
- પીએમ મોદીએ જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલી પાઠવી
- ટ્વિટ કરીને પીએમ મોદીએ નેહરુને કર્યા યાદ
દિલ્હીઃ- આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પહેલા પ્રધાનમંત્રી એવા પંડિત જવાહરલાલ નેહરુંને યાદ કર્યા હતા નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે અને દેશ માટે તેમના યોગદાનને પણ યાદ કર્યું.
દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુનો જન્મ 1889માં થયો હતો અને તેઓ કોંગ્રેસના અગ્રણી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. 1964માં વડાપ્રધાન પદ સંભાળતી વખતે તેમનું અવસાન થયું હતું. નેહરુ ભારતના વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો રેકોર્ડ ધરાવનારા નેતા છે.
On his birth anniversary, tributes to our former PM Pandit Jawaharlal Nehru Ji. We also recall his contribution to our nation.
— Narendra Modi (@narendramodi) November 14, 2022
મોદીએ ટ્વિટ કર્યું, ‘આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અમે રાષ્ટ્ર માટે તેમના યોગદાનને પણ યાદ કરીએ છીએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આપણા પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતિ પર, શ્રદ્ધાંજલિ. અમે અમારા રાષ્ટ્ર માટે તેમના યોગદાનને પણ યાદ કરીએ છીએ.
"बच्चे बागों में खिली उस कली की तरह होते हैं…जिनकी परवरिश बहुत प्यार और नरमी से करनी चाहिए"
कुछ ऐसे थे देश के प्रथम प्रधानमंत्री पंडित श्री जवाहरलाल नेहरू या यूं कहें बच्चों के 'चाचा नेहरू'#BharatJodoYatra pic.twitter.com/2OjevckKcM
— Congress (@INCIndia) November 14, 2022
બીજી તરફ દેકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી. બંને નેતાઓ નેહરુની સમાધિ શાંતિ વન પહોંચ્યા હતા અને નેહરુંની સમાધિ સ્થળે પહોંચી ત્યા ફૂલ અર્પણ કર્યા. ટ્વિટર પર આ પ્રસંગના ફોટો શેર કરતા કોંગ્રેસ પાર્ટીએ લખ્યું, “દેશ ભારતના વિકાસમાં તેમના યોગદાન માટે પંડિત જવાહરલાલ નેહરુજીને યાદ કરે છે.”