1. Home
  2. ગુજરાતી
  3. ઓલમ્પિકમાં જીતની નજીકથી પરાજીત થયેલી ગોલ્ફર અદિતિ અશોકની PM મોદીએ કરી પ્રસંશા-  કહ્યું ‘તમારા કૌશલ્ય અને સંકલ્પને સલામ’
ઓલમ્પિકમાં જીતની નજીકથી પરાજીત થયેલી ગોલ્ફર અદિતિ અશોકની PM મોદીએ કરી પ્રસંશા-  કહ્યું ‘તમારા કૌશલ્ય અને સંકલ્પને સલામ’

ઓલમ્પિકમાં જીતની નજીકથી પરાજીત થયેલી ગોલ્ફર અદિતિ અશોકની PM મોદીએ કરી પ્રસંશા-  કહ્યું ‘તમારા કૌશલ્ય અને સંકલ્પને સલામ’

0
Social Share
  • પીએમ મોદીએ ગોલ્ફર અદિતિના પ્રદર્શનના કર્યા વખાણ
  • કહ્યું ,તમારું કૌશલ્ય અને સંકલ્પને સલામ

દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ગોલ્ફર અદિતિ અશોકની ખૂબ પ્રશંસા કરી છે. તેમએ કહ્યું કે ભલે તે ટોક્યો ઓલિમ્પિકમાં નાના અંતરથી મેડલ જીતવાનું ચૂકી ગયા હશો પરંતુ તેણે કોઈપણ ભારતીયથી કેટલીય આગળ નીકળી ચૂક્યા છે.

આ સમગ્ર બાબતને લઈને વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી અને કહ્યું છે કે, તમે સારી રીતે રમ્યા અદિતિ એશોક, તમે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન જબરદસ્ત કુશળતા અને સંકલ્પ દેખાડ્યો છે. તમે બહુ ઓછા અંતરથી મેડલ ડીતવામાં ચૂકી ગયા પરંતુ તમે કોઈપણ ભારતીય કરતા આગળ નિકળી ગયા છો, તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.

ઉલ્લેખનીય છે કે મહિલાઓની ગોલસ્ફની રમતમાં અદિતિ ચોથા સ્થાને રહી હતી. તેણી એક સ્થાનથી મેડલ જીતવામાં ચૂકી ગઈ. શનિવારે હવામાનથી પ્રભાવિત અંતિમ રાઉન્ડમાં તેણે ત્રણ અંડર 68 નો સ્કોર કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું. અદિતિ ભલે મેડલ ચૂકી ગઈ હોય પરંતુ દરેક વ્યક્તિએ તેના પ્રદર્શનની પ્રશંસા કરી છે.

ખરેખર ગોલ્ફર અદિતિના અભિયાનનો તે હૃદયસ્પર્શી અંત હતો.જ્યારે તેણીએ દિવસની શરૂઆત કરી ત્યારે તે બીજા સ્થાને જોવા મળી હતી. જે રીતે તે સતત સારું પ્રદર્શન કરી રહી હતી તે જોઈને તે મેડલની અપેક્ષા સેવાઈ રહી હતી, છેલ્લે સુધી અદિતિએ પોતાનાું બેસ્ટ પ્રદર્શન આપ્યું હતું જે ખરેખર તારિફએ કાબિલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code