
PM મોદીએ અટલ બિહારીની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલી પાઠવી – દેશવાસીઓને નાતાલની પણ શુભેચ્છાઓ પાઠવી
- પીએમ મોદીએ દેશવાસીઓને નાતાલની શુભેચ્છઆઓ આપી
- જન્મજયતિં પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ
દિલ્હીઃ- જેશના પ્રધાનમંત્રી વાર તહેવારે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે આ સાથે જ અનેક મહાન લોકોની જન્મજયંતિ પર તેમમને અવશ્ય યાદ કરે છે,ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ્ વડાપ્રધાન અને દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા છે.
आदरणीय अटल जी को उनकी जयंती पर कोटि-कोटि नमन।
Remembering Atal Ji on his Jayanti. We are inspired by his rich service to the nation. He devoted his life towards making India strong and developed.
His development initiatives positively impacted millions of Indians.
— Narendra Modi (@narendramodi) December 25, 2021
પીએમ મોદીએ આ બબાતે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે , ‘આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર ઘણી શ્રદ્ધાંજલિ.’ આ ઉપરાંત વડાપ્રધાને આજે લોકોને નાતાલની શુભેચ્છા પાઠવી હતી અને પંડિત મદન મોહન માલવીયને તેમની જન્મજયંતિ પર નમન કર્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે , “આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ કોટી કોટી નમન. અમે રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવાથી પ્રેરિત છીએ. તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની વિકાસની પહેલોએ લાખો ભારતીયો પર સકારાત્મક અસર કરી.
આ સાથે જ પીએમ મોદીએ પંડિત મદન મોહન માલવિયાને યાદ કરતા, કહ્યું, ‘મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ્ અને સમાજ સુધારક મહામના પંડિત મદન મોહન માલવિયા જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.’