વિદેશની યાત્રા બાદ પીએમ મોદીનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા
- ત્રણ દેશોની યાત્રા બાદ પીએમ મોદી ભારત પરત ફર્યા
- દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીને ભવ્ય આવકાર અપાયો
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રમ દેશોની યાત્રા પર હતા ત્યારે તેઓ વહેલી સવારે ભારત પરત ફર્યા છે આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો તેમનો પ્રવાસ સફળ રહ્યો હતો.
આજરોજ ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા હતા.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દ્રારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જે રીતે સિડનીમાં કહ્યું કે મોદીજી, તમે બોસ છો. તેમનું નિવેદન દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ ગયો છે.
પીએમ મોદીએ પોતાના સંબંધોનમાં એમ કહ્યું કે , આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો નથી, તેઓ મા ભારતને પ્રેમ કરનારાઓ છે. આ એવા લોકો છે જેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનું નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઊંચાઈઓને સ્પર્શે છે.
આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, હું વિશ્વના દેશોમાં જાઉં છું, વિશ્વના મહાપુરુષોને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું. મારા દેશની મહાન સંસ્કૃતિનો મહિમા કરતી વખતે હું મારી આંખો નીચી કરતો નથી. હું આંખથી આંખ મિલાવીને વાત કરું છું.આ સાથે જ દેશની સંસ્કૃતિ વિશએ કહ્યું કે હું તમને પણ એ જ કહીશ કે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબો નહીં, હિંમતથી બોલો. દુનિયા સાંભળવા આતુર છે. જ્યારે હું કહું છું કે આપણા તીર્થધામો પર હુમલા સ્વીકાર્ય નથી ત્યારે દુનિયા પણ મારી સાથે હોય તેવું લાગે છે.