
પીએમ મોદી આજે સ્વામિત્વ યોજનાના ભાગરૂપે ‘ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણ’ની સુવિધા લોન્ચ કરશે
- સ્વામિત્વ યોજના અંતર્ગત’ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણ’
- પીએમ મોદી આજે કાર્ડ વિતરણનો કરશે શુભારંભ
- 4 લાખ લોકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું કરાશે વિતરણ
દિલ્હી : ગામોમાં રહેણાંક સંપત્તિ અંગેના વિવાદોને દૂર કરવા અને તેમની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્વામિત્વ સ્કીમ’ શરૂ કરવામાં આવી હતી. આમાં ગ્રામજનોને તેમની સંપત્તિની માલિકી આપવામાં આવશે. આ સંદર્ભમાં પીએમ મોદી આજે ઇ-પ્રોપર્ટી કાર્ડ વિતરણનું ઉદ્દઘાટન કરશે. જેમાં ચાર લાખથી વધુ મિલકત માલિકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ સાથે દેશભરમાં માલિકીની યોજનાનો અમલ શરૂ કરવામાં આવશે.
પીએમઓ કાર્યાલય દ્વારા જારી કરેલા નિવેદન મુજબ, રાષ્ટ્રીય પંચાયત દિન નિમિત્તે પીએમ મોદી ‘સ્વામિત્વ યોજના’ અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણની સુવિધા લોન્ચ કરશે. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે,જે લોકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે અને તેમને માલિકી આપશે. આ સમય દરમિયાન રાષ્ટ્રીય પંચાયત પુરુસ્કાર 2021 નું પણ વિતરણ કરવામાં આવશે.
એવું કહેવવામાં આવી રહ્યું છે કે, સ્વામિત્વ યોજનાના લોકાર્પણ ઉપરાંત 224 પંચાયતોને દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરુસ્કાર,30 ગ્રામ પંચાયતોને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર,29 ગ્રામ પંચાયતોને ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરુસ્કાર,30 ગ્રામ પંચાયતોને બાળકોને અનુકુળ ગ્રામ પંચાયત પુરસ્કાર અને 12 રાજ્યોમાં ઇ-પંચાયત પુરુસ્કારનું વિતરણ કરવામાં આવશે. પીએમ મોદી ગામોને 5 લાખથી 50 લાખ રૂપિયા સુધી પુરુસ્કાર રકમ આપશે.