
પીએમ મોદીએ આજે મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી
દિલ્હીઃ ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા ખાસ શહેરોની ઓળખ કરીને વિવિઘ બેઠકોનું આયોજન શરુ થઈ ચૂક્યું છે અનેક બેઠકો અત્યાર સુધી યોજાઈ ચૂકી છે જેમાં દેશ વિદેશના નેતાઓની પણ હાજરી જોવા મળી છે ત્યારે આજરોજ પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ પર G20 મંત્રી સ્તરીય પરિષદને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4 ઓગસ્ટ સુધી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલા સશક્તિકરણના પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ વિકાસને આગળ ધપાવે છે અને તેમને સશક્ત બનાવવાનો સૌથી અસરકારક માર્ગ ‘મહિલા-આગેવાનો વિકાસ અભિગમ’ છે,પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓને સશક્ત બનાવવાનો સૌથી અસરકારક માર્ગ મહિલા નેતૃત્વ વિકાસ અભિગમ છે. ભારત આ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે.મહિલા સશક્તિકરણ પર પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે મહિલાઓ સમૃદ્ધ થાય છે ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે. તેમણે કહ્યું કે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ વિકાસને વેગ આપે છે.
સહકારી ચળવળનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા સહકારી ચળવળની ઘણી સફળતાની ગાથાઓ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, તેઓ ગુજરાત રાજ્યના ડેરી સેક્ટરમાંથી છે. ગુજરાતમાં 36 લાખ મહિલાઓ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.
આ સાથે જ શષિક્ષણમાં પણ મહિલાઓની પહોંચને લઈને પીએમ મોદી બોલ્યા હતા તેમણે શિક્ષણમાં તેમની પહોંચ વિશએ કહ્યું કે તે વૈશ્વિક પ્રગતિને આગળ ધપાવે છે. મહિલા નેતૃત્વ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે અને તેમનો અવાજ સકારાત્મક પરિવર્તનને પ્રેરણા આપે છે.
દેશમાં મહિલાઓના નેતૃત્વને લઈને પીએમ મોદીએ વાત કરી હતી અને કહ્યું કે જ્યાં સુધી ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના યુનિકોર્નનો સંબંધ છે, આવા યુનિકોર્નનું સંયુક્ત મૂલ્ય $40 બિલિયન કરતાં વધુ છે. જો કે, અમારે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ જ્યાં મહિલા સિદ્ધિઓ રોલ મોડેલ બને.
ઉલ્લેખનીય. છે કે આ સમ્મેલનમાં G20 સભ્યો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિમંડળના વડાઓની આગેવાનીમાં 150 થી વધુ પ્રતિનિધિઓ ત્રણ દિવસીય મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લઈરહ્યા છે. કેટલીક મહિલા મંત્રીઓ, દેશ-વિદેશના જાણીતા વક્તાઓ, G20 એમ્પાવરના પ્રતિનિધિઓ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજરી આપી છે.