1. Home
  2. ગુજરાતી
  3. PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા
PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

0
Social Share
  • પીએમ મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે
  • વ્હાઇટ હાઉસની બહાર ભારત-અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા
  • અહીં જાણો પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. મુલાકાતના થોડા દિવસો પહેલા જ પીએમ મોદીના અમેરિકા આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સરકાર પણ આ મુલાકાત માટે ખૂબ ઉત્સુક છે.

આ દરમિયાન શુક્રવારે વ્હાઇટ હાઉસની બહાર ભારતીય ત્રિરંગો ધ્વજ અને અમેરિકન ધ્વજ એકસાથે ફરકાવવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસની બહાર બંને દેશોના ઝંડા લહેરાવી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે દેશભરના આમંત્રિત સમુદાયના નેતાઓને સંબોધિત કરશે. આ પછી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તેમના સન્માનમાં લંચનું આયોજન કરશે.

પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.
  • વડાપ્રધાન મોદી 22 જૂને વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળશે, તેમની ઉચ્ચ સ્તરીય બેઠકને આગળ વધારશે.
  • આ પછી, 22 જૂનની સાંજે પીએમ મોદી યુએસ રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રી ભોજનનું આયોજન કરશે.
  • વડાપ્રધાન મોદી 22 જૂને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
  • 23મી જૂને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન વડાપ્રધાન મોદીના સન્માનમાં લંચનું આયોજન કરશે.
  • પીએમ મોદી વોશિંગ્ટનમાં અગ્રણી કંપનીઓના સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code