
પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
- પીએમ મોદી બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે
- જાન્યુઆરીમાં કરશે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને જાન્યુઆરીમાં મુખ્ય સચિવો સાથે બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ બાબતને લઈને સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી કેન્દ્રીય બજેટ 2023-24 પહેલા દિલ્હીમાં મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.
અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાશે. આ કોન્ફરન્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય મંત્રાલયોના યુવા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લે તેવી શક્યતા છે.
અધિકારીએ જણાવ્યું કે મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાશે. આ કોન્ફરન્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય મંત્રાલયોના યુવા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ આ કોન્ફરન્સમાં ભાગ લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.