
PM મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રોનું વિતરણ કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 13મી એપ્રિલ, 2023ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. દેશમાં યુવાનોને રોજગારીની પુરતી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં વિવિધ સરકારી વિભાગો ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પણ કવાયત તેજ કરવામાં આવી છે.
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પીએમની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
દેશભરમાંથી પસંદ કરાયેલા નવી ભરતીઓ ભારત સરકાર હેઠળ વિવિધ હોદ્દા/પોસ્ટ પર જોડાશે જેમ કે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ટપાલ સહાયક, આવક ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, જેઈ/સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ટીચર, લાઈબ્રેરિયન, નર્સ, પ્રોબેશનરી ઓફિસર્સ, PA, MTS વગેરે. નવા નિમણૂક પામેલાઓને કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી મૂડી રોકાણમાં વધારો થયો છે. જેથી નવા ઉદ્યોગો અને એકમોની સ્થાપના થવાની સાથે સ્થાનિક યુવાનોને પણ રોજગારીની પુરતી તકો મળી રહી રહી છે. એટલું જ નહીં યુવાનોને પોતાના પગ ઉભા રહી શકે તે માટે સ્ટાર્ટઅપ સહિતની યોજનાઓ શરૂ કરી કરવામાં આવી છે. એટલું જ નહીં મૂદ્રા સહાય સહિતની યોજના મારફતે વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક મદદ પણ પુરી પાડવામાં આવી રહી છે.