અમેરીકામાં પીએમ મોદીનું ઐતિહાસિક સ્વાગત કરાશે – રાષ્ટ્રપતિ બાઈડનના પરિવાર સાથે કરશે ડિનર
- અમેરીકામાં પીએમ મોદીનું ઐતિહાસિક સ્વાગત કરાશે
- રાષ્ટ્રપતિ બાઈડનના પરિવાર સાથે ડિનર કરશે
દિલ્હીઃ અમેરિકા અત્યારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનમાં વ્યસ્ત થઈ ચૂક્યું છે,પીએમ મોદી 19 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જવાના છે પીએમ મોદીની આ મુલાક ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદીના સ્વાગતને લઈને અનેક પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ સાથે જ પીએમ મોદીનું અમેરિકામાં ઐતિહાસિક સ્વાગત થશે.
મળતી વિગત પ્રમાણે પીએમ મોદીની આ મુલાકાતને લઈને અમેરિકામાં ભારે ઉત્સાહ છે અને ત્યાંની સરકાર પીએમ મોદીની મુલાકાત વિશે સતત માહિતી મીડિયા સાશે શેર કરી રહી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકામાં સત્તાવાર ડિનરના કાર્યક્રમ સિવાય સિવાય રાષ્ટ્રપતિ જો બાઈડેનનો પરિવાર પીએમ મોદી માટે એક ખાનગી ડિનર પ્રોગ્રામનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે
જાણકારી પ્રમાણે 22 જૂને પીએમ મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે તો વળી બીજી તરફ 21 જૂને પીએમ મોદી રાષ્ટ્રપતિ બાઈડેન પરિવારના અંગત આમંત્રણ પર ડિનર કાર્યક્રમમાં પણ હાજરી આપતા જોવા મળશે, જે એક ઐતિહાસિક ક્ષણ હશે કે ભારતના કોી પ્રધાનમંત્રી વિશ્વની મહાસત્તા ગણાતા અમિરાકાન રાષ્ટ્રપતિને ત્યા ડિનરમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કેપીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેનના આમંત્રણ પર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીનું અમેરિકામાં ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી 21 જૂને વોશિંગ્ટન પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પરિવારના આમંત્રણ પર સાંજે એક ખાનગી રાત્રિભોજન પણ કરશે હજી સ્થળ વિશે વિગતવાર જાણ કારી શેર કરવામાં આવી નથી.