1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદી આજે ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે
પીએમ મોદી આજે ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે

પીએમ મોદી આજે ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે

0
Social Share
  • ઓડિશા ઇતિહાસનું હિન્દી વર્ઝન થશે લોન્ચ
  • પીએમ ઇન્ટરનેશનલ સેંટરથી કરશે લોન્ચ
  • કાર્યક્રમમાં અનેક મહાનુભવો રહેશે ઉપસ્થિત

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સેંટર ખાતે આજે બપોરે 12 વાગ્યે ‘ઉત્કલ કેશરી’ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લખાયેલ પુસ્તક ‘ઓડિશા ઇતિહાસ ‘નું હિન્દી વર્ઝન લોન્ચ કરશે.

હજી સુધી ઉડિયા અને અંગ્રેજીમાં હાજર આ પુસ્તકનું હિન્દીમાં ભાષાંતર શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સાંસદ પણ ઉપસ્થિત રહેશે. હિન્દી વર્ઝનનું  વિમોચન કાર્યક્રમ હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન આયોજિત કરી રહ્યું છે. પીએમઓએ આ સંદર્ભે માહિતી શેર કરી છે.

ડો.હરેકૃષ્ણ મહતાબ કોણ છે ?

ડો.હરેકૃષ્ણ મહતાબ ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ભાગ હતા. તેમણે ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે અહેમદનગર ફોર્ટ જેલમાં ‘ઓડિશા ઇતિહાસ’ નામનું આ પુસ્તક લખ્યું હતું. 1942-1945 દરમિયાન તેઓ આ જેલમાં બે વર્ષથી વધુ સમય રહ્યા હતા. ડો.હરેકૃષ્ણ મહતાબનું સૌથી વધુ ગમતું પુસ્તક ‘ઓડિશા ઇતિહાસ’ છે.

ઓડિશાનો ઇતિહાસ

આ પુસ્તકમાં ઓડિશાનો ઇતિહાસ જણાવવામાં આવ્યો છે. હાલનું ઓડિશા રાજ્ય ત્રણ પ્રદેશો ઓડ્ર,ઉત્કલ અને કલિંગ સાથે જોડાયેલું છે,જે પ્રાચીન કાળમાં શબરોની ભૂમિથી શરૂ થયું હતું અને ત્યારબાદ દ્રવિડ અને આર્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જન્મેલી નવી સંસ્કૃતિ તરીકે થયું. તેમાં કહેવવામાં આવ્યું છે કે, દ્રવિડ ભાષામાં ‘ઓક્વલ’ અને ‘ઓડિસુ’ શબ્દોનો અર્થ ‘ખેડૂત’ છે. કન્નડ ભાષામાં ખેડૂતને ‘ઓક્કલગાર’ કહેવામાં આવે છે. મજૂરોને તેલુગુ ભાષામાં ‘ઓડિસુ’ કહેવામાં આવે છે. આ ‘ઓક્કલ’ અને ‘ઓડિસુ’શબ્દોથી આર્યોએ સંસ્કૃતમાં ‘ઉત્કલ’ અને ઓડ્રા શબ્દોની રચના કરી.

દેવાંશી

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code