1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી APEC સમ્મેલનમાં નહી આપે હાજરી, અમેરિકા સાથે 2+2 મંત્રી સ્તરની મંત્રણાથી રહેશે દૂર
પીએમ મોદી APEC સમ્મેલનમાં નહી આપે હાજરી, અમેરિકા સાથે 2+2 મંત્રી સ્તરની મંત્રણાથી રહેશે દૂર

પીએમ મોદી APEC સમ્મેલનમાં નહી આપે હાજરી, અમેરિકા સાથે 2+2 મંત્રી સ્તરની મંત્રણાથી રહેશે દૂર

0
Social Share

દિલ્હીઃ-   પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (APEC) સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી અથવા અન્ય કોઈ કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં હાજરી આપશે તેવી માહિતી સામે આવી રહી છે.ભારત 10 નવેમ્બરે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન 5મી 2+2 મંત્રી સ્તરની મંત્રણા માટે ભારત આવવાના છે. આ મુલાકાતનો હેતુ વૈશ્વિક ભાગીદારી અને ઈન્ડો-પેસિફિક સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવાનો છે.  2+2 બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ બેઠકમાં કેનેડાના ભારત વિરુદ્ધના આરોપો પરના મતભેદો પર પણ ચર્ચા કરવામાં આવશે. 

જાણકારી અનુસાર પીએમ મોદી આ બેઠકથી દૂર રહી શકે છે. સરકારે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે પીએમ મોદી આ બેઠક નહી કરશે.

ઉલ્લેખની છે કે આ સભા 10 નવેમ્બરે યોજાઈ રહી છે, જ્યારે PM મોદી 5 રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરવાના છે. આવી સ્થિતિમાં તેમના માટે બેઠકમાં હાજર રહેવું મુશ્કેલ છે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વાતચીતમાં બંને દેશો વૈશ્વિક ભાગીદારી માટેના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કરશે. દેશો વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. કેનેડામાં હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારત સરકાર પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સરકાર અને અમેરિકા વચ્ચે કેટલાક મતભેદો છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મહત્વની બેઠકમાં હાજર ન રહેવાને મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code