
પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર
- હવે બાળકો માટે પણ વેક્સિન
- 12 થી 18 વર્ષનાને અપાશે રસી
- ડીસીજીઆઈ એ આપી મંજુરી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ સાથે જ નવા વાયરસઓમિક્રોને પણ ખતરો મંડળાઈ રહ્યો છે આવી સ્થિતિમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવે તે ખૂબ જરુરી છે ત્યારે હવે આ સ્થિતિને જોતા બાયોટેકની વેક્સિન કોવેક્સિનને ડીસીજીઆઈની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે.
દેશભરમાં જ્યારે કોવિડના કેસોમાં ઝડપથી વધારો અને ઓમિક્રોનના નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે આવી સ્થિતિ આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો છે. બાળકોની વેક્સિનને લઈને આમ ત ોઘણા સમયથી ચર્ચાઓ હતી ત્યારે હવે બાળકોનું પમ રસી કરમ કરવામાં આવશે,જેને લઈને કોરોનાે રોકવામાં મદદ મળી રહેશે,
ઉલ્લેખનીય છે કે દેશમાં બાળકો માટે બીજી કોરોના વેક્સિનની મંજૂરી મળી છે. આ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ ગુજરાત રાજ્યની કંપની ઝાયડસ કેડિલાની ઝાયકોવને મંજૂરી મળી આપી હતી.ત્યારે હવે ભારત બાયોટેકની આ વેક્સિનને પણ બાળકો માટે મંજૂરી ણળ ીચૂકી છે.