કેબિનેટની યોજાયેલી બેઠકમાં પીએમ મોદીનો મંત્ર, કહ્યું ‘2024 નહી પરંતુ 2047ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા’
દિલ્હીઃ વિતેલા દિવસને 3 જુલાઈનો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી આ દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતીઆ સહીત આ બેઠકમાં પીએમએ મંત્રીઓને કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે, આને ધ્યાનમાં રાખીને તમે બધાએ મહેનત કરવી જોઈએ. માત્ર આવનારી લોકસભાની ચૂંટણીને જ ન જુઓ, પરંતુ 2047 તરફ નજર કરીને તમામ કામ કરો.
આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત સરકારના અન્ય મંત્રીઓ પ્રગતિ મેદાનના નવનિર્મિત કન્વેન્શન સેન્ટરમાં આયોજિત બેઠકમાં સામેલ થયા હતા.
આ સહીત આ બેઠકમાં નાણા સચિવે 2047માં ભારત કેવી રીતે આર્થિક શક્તિ તરીકે ઉભરી આવશે તે અંગેનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. પીએમ મોદી અવારનવાર ફોરમ પર દેશ માટે પોતાના વિઝન-2047નો ઉલ્લેખ કરતા રહે છે. ત્યારે નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને સંબોધતા, તેમણે રાજ્યો અને જિલ્લાઓને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે લાંબા ગાળાના વિઝન વિકસાવવા કહ્યું હચું.
આ બેઠક બાદ પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને બેઠક અંગેની જાણકારી શેર કરી હતી અને ટ્વિટમાં કહ્યું કે , મંત્રી પરિષદ સાથે સાર્થક બેઠક થઈ. આમાં અમે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠકમાં વિદેશ સચિવે પીએમના વિદેશ પ્રવાસો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સાથે માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના સચિવે મંત્રાલયની કામગીરી, રક્ષા સચિવે રક્ષા મંત્રાલયને લગતી બાબતો અને રેલ્વે સચિવે રેલ્વે સચિવે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
પીએમએ એમ પણ કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાશે. પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે આ સમય છે, યોગ્ય સમય છે. 2024 તરફ નજર ન કરો. 2047 તરફ જોતા કામ કરો. આગામી 25 વર્ષમાં એટલે કે 2047 સુધી ઘણું બધું બદલાશે.
આ સહીત શિક્ષિત લોકોને પ્રાધાન્ય આપતા તેમણે કહ્યું કે આગામી કાર્ય માટે શિક્ષિત લોકોની નવી ફોજ તૈયાર થશે. ભારત દરેક ક્ષેત્રમાં નવી ટેકનોલોજીથી સજ્જ થશે. તમે બધાએ તમારા સંબંધિત મંત્રાલયના કાર્યોનો પ્રચાર કરવો જોઈએ. તેમના સંબંધિત મંત્રાલયોની 12 મોટી સિદ્ધિઓ અને યોજનાઓનું કેલેન્ડર બનાવવું પડશે
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

