
પીએમ મોદીની વઘતી લોકપ્રિયતા- 80 ટકા ભારતીયો પીએમ મોદીની સાથે હોવાનો સર્વેમાં ખુલાસો
દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહી પરંતુ વિશ્વના લોકપ્રિય નેતા સાબિત થયા છે પીએમ મોદીની લોકપ્રિયતા સતત વઘતી જઈ રહી છે ત્યારે પ્રઘાનમંત્રી તરીકે તેમના સપોર્ટમાં 80 ટકા ભારતીયો છે આ બબાતે એક સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતની મોટા ભાગની વસ્તી પીએમ મોદી સાથે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે 10માંથી 8 ભારતીયોનો અભિપ્રાય સારો છે. 80 ટકા લોકો માને છે કે પીએમ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અમેરિકા સ્થિત થિંક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેમાં આ વાત કહેવામાં આવી છે.
વિશ્વના કુલ 23 મોટા દેશોના લોકો ભારત વિશે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. પરિણામો અનુસાર, 46 ટકા પુખ્ત વયના લોકો માને છે કે નરેન્દ્ર મોદી ભારત માટે સારું કામ કરી રહ્યા છે. 34 ટકા લોકોનું માનવું છે કે તે સરેરાશ કામ કરી રહ્યો છે. ભારત માટે સૌથી વધુ પ્રેમ ઈઝરાયેલમાં જોવા મળ્યો છે. સર્વે અનુસાર, 71 ટકા ઇઝરાયેલના લોકો ભારત વિશે સારો અભિપ્રાય ધરાવે છે.
આ સર્વે અનુસાર 2024ની સામાન્ય ચૂંટણીમાં ફરી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન મોદી હજુ પણ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. સર્વેમાં સામેલ 10 માંથી 7 ભારતીયોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ પર ભારતનો પ્રભાવ પહેલા કરતા વધુ વધ્યો છે. 19 ટકા લોકો એવા પણ છે જેઓ માને છે કે ભારતની સ્થિતિ નબળી પડી છે. 13 ટકા માને છે કે ભારતમાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી
જો કે બીજી તરફ. સર્વેમાં એક રસપ્રદ તથ્ય એ પણ સામે આવ્યું છે કે 10માંથી 6 ભારતીયો રાહુલ ગાંધીને સારી ભૂમિકામાં જોઈ રહ્યા છે. આ લોકો માને છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે જરૂરી મહેનત કરી રહ્યા છે. જેમાં 34 ટકા લોકો એવા પણ છે જેઓ રાહુલ ગાંધીની ભૂમિકાથી પ્રભાવિત થયા હોય તેવું લાગતું નથી. ભારત સિવાય ઘણા દેશોમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકપ્રિય નેતા માને છે.