
પીએમ મોદીની યુએસ યાત્રા પૂર્ણ – આજથી પ્રધાનમંત્રી ઈજિપ્તની 2 દિવસીય મુલાકાત માટે વોશિંગટનથી રવાના
- આજથી પીએમ મોદી ઈજિપ્તના પ્રવાસે
- અમેરિકાની યાત્રા બાજ ઈજિપ્ત માટે થયા રવાના
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસથી અમેરિકાની યાત્રાએ હતા ત્યારે અમેરિકાના સમય પ્રમાણે શુક્રવારની રાત્રે તેમની આ યાત્રા પૂર્ણ થઈ હતી અને તેઓ અહીથી ઈજિપ્ત જવા માટે રવાના થયા હતા. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો યુએસ પ્રવાસ પૂરો કર્યા બાદ આજે વોશિંગ્ટનથી ઈજિપ્ત જવા રવાના થશે. વડાપ્રધાન ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે જશે.
પીએમ મોદી 24 અને 25 જૂને ઈજિપ્તની સરકારી મુલાકાત લઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, વડાપ્રધાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની મુલાકાતે જઈ રહ્યા છે. આ આમંત્રણ જાન્યુઆરી 2023માં લંબાવવામાં આવ્યું હતું જ્યારે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ‘મુખ્ય અતિથિ’ તરીકે હાજરી આપી હતી. પીએમ મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે.
આ સહીત કૈરોમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તેએ શુક્રવારે માહિતી આપી હતી કે ભારત અને ઇજિપ્ત બે સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને અમારા સંબંધો ચાર હજાર વર્ષથી વધુ જૂના રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી પાસે સદીઓથી દરિયાઈ સંબંધ છે અને તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
આ સાથે જઈજિપ્તમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે કે ઇજિપ્તમાં દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત છે અને તેઓ દાયકાઓથી બોલિવૂડ ફિલ્મો જોતા આવ્યા છે. તેમણે કહ્યું, ‘તેઓ જાણે છે કે ભારત અને ઇજિપ્તે બિન-જોડાણવાદી આંદોલન માટે સાથે મળીને કામ કર્યું હતું. તેઓ હજુ પણ મહાત્મા ગાંધી અને સાદ જગલૌલ વચ્ચેની ગાઢ મિત્રતાને યાદ કરે છે.’
આ સહીત ભારત વિશે બોલતા તેમણે એમ પણ કહ્યું હતું કે ઇજિપ્તના લોકો ભારતની નજીક રહેવા માંગે છે. તેઓ આપણી સંસ્કૃતિ અને આપણા પારિવારિક મૂલ્યો સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે.તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી આવતીકાલે આવી રહ્યા છે. તેઓ 24 અને 25 જુન સુધી અહીંની મુલાકાતે છે. અમે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે ગોળમેજી બેઠક કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2023 માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ, બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને ઉન્નત કરવા સંમત થયા હતા.અહી વડાપ્રધાન ભારતીય એકમ સાથે બેઠક કરશે.વડા પ્રધાન રાષ્ટ્રપતિ સિસી ઉપરાંત ઇજિપ્ત સરકારના વરિષ્ઠ મહાનુભાવો અને કેટલીક અગ્રણી હસ્તીઓ અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંબંધો પ્રાચીન વેપાર અને આર્થિક કડીઓ તેમજ સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના ઊંડા સંબંધો પર આધારિત માનવામાં આવી રહી છે.