1. Home
  2. ગુજરાતી
  3. પંજાબ બોર્ડર પર BSF ને મળી સફળતા – ઘુસણખોરી કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
પંજાબ બોર્ડર પર BSF ને મળી સફળતા – ઘુસણખોરી કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

પંજાબ બોર્ડર પર BSF ને મળી સફળતા – ઘુસણખોરી કરતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

0
Social Share
  • પંજાબ બોર્ડર પર વધતી ડ્રોન ઘુસણખોરીની ઘટનાઓ
  • વિતેલી રાતે બીએસએફના જવાનોએ વધુ એક ડ્રોન તોડી પાડ્યું

ચંદિગઢઃ- દિવસેને દિવસે પંજાબ બોર્ડ પાસે પાકિસ્તાન દ્રાર ડ્રોન મોકલવાની ઘટનાઓ વધતી જઈ રહી છે,સતત અહી ડ્રોન દેખાતા હોય છે જો કે સેનાના જવાનો દ્રારા સખ્ત નજર રાખી આ પ્રકારના ડ્રોનને તોડી પાડવામાં આવે છે છેલ્લા એક મહિનામાં બીએસએફના જવાનોએ આ પ્રકારની ઘણી ઘુસણખોરી અટકાવી છે.

આજ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે.વિતેલી રાત્રે અંદાજે 9 વાગ્યેને 15 મિનિટે ભારત-પાકિસ્તાન સરહદના અમરકોટ સેક્ટરમાંથી  પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો અવાજ સંભળાયો હતો. આ પછી બીએસએફ બોર્ડર પર તૈનાત હતા કે જેમણે  તરત એક્શન લેતા કાર્યવાહી કરી હતી .

પ્રાપ્ત વિગત પ્રમાણે બીએસએફના જવાનોની 103 બટાલિયનની ટીમ એ તરત ડ્રોન સામે કાર્યવાહી કરી ,આ સમગ્ર ઘટના અંગે  માહિતી આપતાં ડી.એસ.પી.  એ જણાવ્યું કે પોલીસ અને બીએસએફ એ શંકાસ્પદ વિસ્તારોને સીલ કરીને સરહદ નજીકના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અહીથી તોડી પાડવામાં આવેલું  ડ્રોન મળી આવ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોન પાસેના એક ખેતરમાંથી મળી આવ્યું છે. આ સંદર્ભે વલતોહા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘુસ્યું હતું.આજરોજ  શનિવારે સવારે પંજાબ પોલીસ અને બી.એસ.એફ. સર્ચ ઓપરેશન દરમિયાન ચીની બનાવટનું ડ્રોન મળી આવ્યું હતું

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code