
પીએમ મોદીની યુએસની યાત્રાથી રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મળશે મોટી મદદ – નાણામંત્રી સીતારમણ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી તાજેતરમાં અમેરિકાની યાત્રા કરીને ઈજિપ્તની યાત્રા બાદ ભારત પરત ફર્યા છે , ત્યારે પીએમ મોદીની અમેરિકાની યાત્રા ભારતના હિત માટે ખૂબ જ ફાયદાકિય માનવામાં આવી રહી છે તેમની બાઈડન સાથેની મિત્રતા જ્યા એક તરફ અવકાશમાં ભારતનો માર્ગ મોકળો કરી રહી છે તો બીજી તરફ દેશના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ રુપ થઈ રહી છે, દેશના નાણામંત્રી સીતારમણે તેમની યાત્રાને લઈને આ વાત કહી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતને “પ્રભાવશાળી” ગણાવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન લેવામાં આવેલા દ્વિપક્ષીય નિર્ણયો રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
આ વાત તેમણે ત્યારે કહી હતી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથક ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા, સીતારમણે વડાપ્રધાનની ઇજિપ્તની મુલાકાતની પણ પ્રશંસા કરી હતી અને નોંધ્યું કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત કર્યું જે આપણા ભારત માટે ગર્વની ક્ષણ છે.વધુમાં તેમણે જણાવ્યું કે પીએમ મોદીજીએ 13 દેશોમાંથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે, જેમાંથી છ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાંથી મળ્યો છે.જેમાં ઈજિપ્તની મુલાકાતને ઘણુ મહત્વ અપાયું છે.