1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે
PM નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે

PM નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે

0
Social Share

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય સંસ્થા બીએપીએસના વડા સ્વર્ગસ્થ  પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમુત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમ જ વિવિધ પ્રવુત્તિઓથી વાતાવરણ ગુંજી ઉઠશે. બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ એ જીવનસૂત્ર જીવનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આગામી તા.15મી ડિસેમ્બરથી તા.15મી જાન્યુઆરી સુધી યોજાવાનો છે. આ મહોત્સવ માટે અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ નગર ઊભું કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 મી ડિસેમ્બરે કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ નજીક નિર્માણ પામી રહેલાં  પ્રમુખસ્વામી નગરમાં દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર ઉપરાંત પ્રમુખસ્વામીનું ભવ્ય સ્મારક ઉપરાંત શિલ્પો સહિત વિવિધ સુશોભનની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. મતલબ કે આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ નગરમાં આઝાદીના અમુત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મૂકવામાં આવશે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવા નગરની રચના કરવામાં આવી છે.  પ્રમુખસ્વામી મહારાજ નગરનું 14મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દઘાટન કરીને નગરને ખુલ્લું મૂકશે. આ ઉદ્દઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

અમદાવાદ શહેરના ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ- પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસીએસનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગુહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશતાં જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફૂટ ઊંચી પીઠિકા પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વિશાળ 30 ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા સૌને આકર્ષશે. ઉપરાંત ગ્લો ગાર્ડન, બાળનગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો, ટેલેન્ટ શો તેમ જ વિવિધ પ્રદર્શન ખંડો, પ્રેમવતી ઉપાહાર ગુહ, તમામ ધર્મોનું પ્રયાગતિર્થ બનશે. આ ઉપરાંત 3 એકર જમીનમાં એક નર્સરી તૈયાર કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code