1. Home
  2. ગુજરાતી
  3. ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડતા પહેલા પોલીસની મંજુરી લેવી પડશે
ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડતા પહેલા પોલીસની મંજુરી લેવી પડશે

ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડતા પહેલા પોલીસની મંજુરી લેવી પડશે

0
Social Share

રાજકોટઃ લગ્ન પ્રસંગો અને જાહેર સમારોહમાં હવે ડ્રોનથી વિડિયો કે ફોટોગ્રાફી કરવા માટે પોલીસની મંજુરી લેવી પડશે. રાજકોટમાં એરપોર્ટ તથા મહત્વની કચેરીની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વના વિસ્તારોમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારોમાં ડ્રોન કેમેરાના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જમ્મુ કશ્મીરમાં ડ્રોન હુમલો થયો હતો, આવી પ્રવૃત્તિ રાજકોટ શહેરમાં પણ બની શકે તેવી સંભાવનાને પગલે એરપોર્ટ, વીવીઆઇપી રહેઠાણ તેમજ મહત્વની કચેરીઓની સુરક્ષિત રાખવાના હેતુથી રિમોટ કન્ટ્રોલ સંચાલિત કેમેરા લગાવેલા ડ્રોન, એરિયલ મિસાઇલ, રિમોટ કન્ટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડર ચલાવનારા સંચાલકો કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય તેઓએ તેની સંપૂર્ણ માહિતી જેવી કે મોડલ નંબર, વજન સહિતની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. તેમજ એરપોર્ટના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ મહત્વની કચેરી (વાઇટલ ઇન્સ્ટોલેશન)ના બે કિલોમીટરના પરીઘમાં 250 ગ્રામ અથવા તેના કરતા ઓછા વજનના ડ્રોન સિવાયનાનો ઉપયોગ કરતા પહેલા 24 કલાક પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે, તેમજ ડ્રોન કે અન્ય સંસાધનો કોઇને ભાડે આપવામાં આવે તો તેની જાણ ભાડે આપતા અગાઉ 24 કલાક પહેલા પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને આ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code