
હરિયાણામાં પ્રદુષણનું પ્રમાણ વધ્યુઃ 3 જિલ્લા રેડ ઝોનમાં પહોંચ્યાં
નવી દિલ્હીઃ ઉત્તરભારતના કેટલાક શહેરો અને નગરોમાં પ્રદુષણનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે. પ્રદુષણને ધ્યાનમાં રાખીને કેટલાક સ્થળો ઉપર દિવાળીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતા અનેક સ્થળોએ ફટાકડા ફુટ્યાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન હરિયાણામાં પ્રદુષણનું સ્તર વધતા તંત્ર દોડતું થઈ ગયું છે.
હરિયામામાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તેમ છતા અનેક સ્થળો ઉપર લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. દરમિયાન હરિયાણામાં પ્રદુષણને ધ્યાનમાં દિવાળીના દિવસે સાંજથી જ હરિયાણામાં પ્રદુષણનું સ્તર વધવા લાગ્યું હતું. તેમજ 3 જિલ્લા રેડ ઝોનમાં પહોંચી ગયા છે. પ્રદુષણનું સ્તર વધતા તંત્ર દ્વારા તેને કાબુમાં લેવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યાં છે.
દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આગામી દિવસોમાં અહીં પ્રદુષણને કારણે ધુમ્મસની ચાદર છવાઈ જવાની શકયતા છે.