1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં પ્રદુષણને લઈને સ્થિતી કથળી – ડિઝલ વાહનો પર પ્રતિબંધ, તો શાળાઓમાં અપાઈ રજા
દિલ્હીમાં પ્રદુષણને લઈને સ્થિતી કથળી – ડિઝલ વાહનો પર પ્રતિબંધ, તો શાળાઓમાં અપાઈ રજા

દિલ્હીમાં પ્રદુષણને લઈને સ્થિતી કથળી – ડિઝલ વાહનો પર પ્રતિબંધ, તો શાળાઓમાં અપાઈ રજા

0
Social Share
  • દિલ્હીમાં પ્રદુષણ બેકાબૂ
  • નોઈડામાં શાળામાં અપાઈ રજા
  • ડિઝલ સંચાલિત વાહન પર રોક

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણ દિવસેને દિવસે સતત વધતુ જઈ રહ્યું છે, પરાળી બાળવાની વધથી ઘટનાઓને લઈને હવે દિલ્ગીનો એર ક્વોલિટી આન્ડેક્ષઅ 400ને પાર નોંધાઈ રહ્યો છે,હવામાં ઘૂમાડાની ચાદરો ફેલાયેલી જોવા મળી રહી છે  જેને કારણે લોકોને શઅવાસ લેવામાં પમ મુશ્કેલી સર્જાય રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રદુષમનું સ્તર એટલી હદે વધી ચૂક્યું છે કે દિલ્હી સરકારે નોઈડામાં શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે તો,ડિઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગૂ કરી દેવાયો છે.

દિલ્હીમાં GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો બિનજરૂરી સાબિત થયા છે, તેથી તેનો ચોથો તબક્કો દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે. નોઇડા અને ગ્રેટર નોઇડામાં ગૂંગળામણભર્યા વાતાવરણ વચ્ચે આઠમા ધોરણ સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓમાં વધારો થવાને કારણે દિલ્હી-એનસીઆરમાં  હવે ગૂંગળામણ થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાય છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન નો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.

હવે દિલ્હીમાં આ તબક્કા હેઠળ દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં BS-6 સિવાયના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ , ગૌતમ બુદ્ધ નગરમાં, ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 8 નવેમ્બર સુધી બંધ કરવામાં આવી છે. જો તેઓ ઈચ્છે તો શાળાઓ આ બાળકો માટે ઓનલાઈન ક્લાસની સુવિધા શરુ કરાઈ છે.જેથી શિક્ષણ કાર્ય પર અસર ન પડે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code