
પ્રદ્મ ભૂષણ કમલેશ પટેલ “દાજી” અમદાવાદની મુલાકાતે, હાર્ટફૂલનેસ ધ્યાન સત્રોનું આયોજન
અમદાવાદઃ પદ્મ ભૂષણથી સન્માનિત અને વૈશ્વિક આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી કમલેશ પટેલ “દાજી” અમદાવાદની મુલાકાતે છે. તેઓ હાર્ટફૂલનેસ સંસ્થાના વૈશ્વિક આધ્યાત્મિક માર્ગદર્શક છે. વિશ્વભરમાં લાખો અનુયાયીઓ આ યોગિક પ્રાણાહુતિ આધારિત ધ્યાન પદ્ધતિ દ્વારા ધ્યાનનો અભ્યાસ કરે છે. હાલ તેઓ ગાંધીનગરમાં આવેલા હાર્ટફૂલનેસ અડાલજ ધ્યાન કેન્દ્ર ખાતે પધારેલા છે અને 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ સુધી રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન “દાજી” હાર્ટફૂલનેસ અડાલજ ધ્યાન કેન્દ્ર ખાતે હાર્ટફૂલનેસ ધ્યાન સત્રોનું આયોજન કરશે. આજે 10મી ઓગસ્ટના રોજ સાંજે 6 કલાકે, 11મી ઓગસ્ટના રોજ રવિવારે સવારે 9 કલાકે અને સાંજે 6 કલાકે તથા 12મી ઓગસ્ટના રોજ સોમવારે સવારે 10.30 કલાક અને સાંજે 6 કલાકે સત્ર યોજાશે.