
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે
- આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે
દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છે.
નરાષ્ટ્રપતિ મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન સિમલીપાલ નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે.આ બાબતે અધિકારીઓએ આ માહિતી આપી હતી કે મુર્મુ નેશનલ પાર્કની મુલાકાત લેનારા પહેલા રાષ્ટ્રપતિ બનશે.
જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ મુર્મુ 5 મેના રોજ સિમલીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે અને આખો દિવસ પાર્કની અંદર સમય વિતાવશે.તેઓ 3 દિવસ પોતાની ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છે.તેઓ રાયરંગપુર સબ-ડિવિઝનમાં તેના સાસરિયાં (બાજુના ગામ)ની મુલાકાત પણ કરશે.
tags:
draupadi murmu