1. Home
  2. ગુજરાતી
  3. G 20 બેઠક માટે ભારત આવશે રાષ્ટ્રપતિ જોબાઈડન – અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે 8 સપ્ટેમ્બરે બેઠક યોજાશે
G 20 બેઠક માટે ભારત આવશે રાષ્ટ્રપતિ જોબાઈડન – અમેરિકી રાષ્ટ્રપતિ  અને પીએમ મોદી વચ્ચે 8 સપ્ટેમ્બરે બેઠક યોજાશે

G 20 બેઠક માટે ભારત આવશે રાષ્ટ્રપતિ જોબાઈડન – અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે 8 સપ્ટેમ્બરે બેઠક યોજાશે

0
Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે  આ મહિનાની 9 -10 તારીખએ રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે જે સદંર્ભે અનેક વિદેશી મંત્રીઓ નેતાઓ ભારતમાં આ સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન પણ આ બેઠકમાં ભાગ લેવા ભારત આવશે.

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 વિશ્વ નેતાઓની સમિટ યોજાવાની છે. આ સમિટ ભારતમાં વિશ્વ નેતાઓની સૌથી મોટી સભાઓમાંની એક હોવાની અપેક્ષા છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ ઇન્ડોનેશિયા પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ જોબાઈડન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે 8 સપ્ટેમ્બર વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન G20 સમિટમાં ભાગ લેવા ભારત આવશે. આ સંબંધિત સત્તાવાર માહિતી આજરોજ શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

તેમના ભારત આવવાના ન્યુઝને લઈને વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બાઈડેન ગુરુવાર એટલે કે 7 સપ્ટેમ્બરથી ભારતની મુલાકાતે આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ 8 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેમની સાથે મુલાકાત કરીને, બિડેન G20 જૂથના નેતૃત્વની પણ પ્રશંસા કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code