
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શ્રી જગન્નાથ ધામ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું
- રાષ્ટ્રપતિએ જગન્નાથ ધામ માટે કર્યું દાન
- 1 લાખ રૂપિયાનું આપ્યું યોગદાન
- રામ મંદિર માટે પણ આપ્યું હતું દાન
દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પત્ની સવિતા કોવિંદ સાથે શ્રી જગન્નાથ ધામના વિકાસ માટે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિ ઓડિશાની ત્રણ દિવસીય મુલાકાતે છે. રવિવારે સાંજે છ વાગ્યે બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી રાષ્ટ્રપતિનો કાફલો સીધો રાજભવન પહોંચ્યો હતો. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ એરપોર્ટથી રાજભવન સુધી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.
રીપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ 21 માર્ચ ભુવનેશ્વર એરપોર્ટથી રાજ ભવનથી ઝારસુગુડા એરપોર્ટ પહોંચ્યા હતા. 22 માર્ચની સવારે તે શ્રી મંદિરમાં જઈને મહાપ્રભુના દર્શન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી તે કોણાર્ક પહોંચશે અને કોણાર્કમાં થોડો સમય આરામ કરશે. રાષ્ટ્રપતિ કોણાર્ક સૂર્યમંદિર સાંજે 4: 15 કલાકે મુલાકાત લેશે. આ પછી સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ કોનાર્કથી હેલિકોપ્ટર દ્વારા ભુવનેશ્વર આવશે.
રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને કોવિડ ગાઇડ લાઇનના પાલન પર વિશેષ મહત્વ મૂકવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના સંપર્કમાં આવતા બધા માટે કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરમિયાનમાં એવું જાણવા મળ્યું છે કે, એનએસજીની ટીમ સુરક્ષાની તપાસ માટે અહીં આવી છે. અગાઉ રામનાથ કોવિંદે અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે 5 લાખનું યોગદાન આપ્યું હતું.
-દેવાંશી