1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાની મુલાકાતે, ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી
રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાની મુલાકાતે, ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી

રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાની મુલાકાતે, ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી

0
Social Share
ભુનેશ્વર-  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાની મુલાકાતે છે. જ્યાં રાષ્ટ્રપતિએ બદમપહારમાં ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ લીલી ઝંડી બતાવેલી ટ્રેનોમાં શાલીમાર-બદમપહાર વીકલી એક્સપ્રેસ, બદમપહાર-રૌરકેલા વીકલી એક્સપ્રેસ અને ટાટા નગર-બદમપહાર મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.
આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બદમપહાર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યક્રમનો શિલાન્યાસ પણ કર્યો. દક્ષિણ પૂર્વ રેલવેના સીપીઆરઓ, આદિત્ય ચૌધરીએ મંગળવારે સવારે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટ્રેનોને લીલી ઝંડી આપવા આવી રહ્યા છે અને આ એક ખાસ વાત છે. રાષ્ટ્રપતિ પણ અમારી સાથે ટ્રેનમાં મુસાફરી કરશે.
આ ટ્રેનોમાં ટાટાનગર-બદમપહાર મેમુ ટ્રેન, બદમપહાર-રાઉરકેલા અને શાલીમાર-બદમપહાર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનોના સંચાલનથી વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહારપુર ખાતે કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું અને તે જ ગામમાં આવેલી SLS મેમોરિયલ રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત લીધી જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code