
પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ડૉ.આરીફ અલ્વી કોરોના પોઝિટિવ ,આ પહેલા પીએમ ઈમરાન ખાનને થયો હતો કોરોના
દિલ્લી: સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાની લહેર જોવા મળી રહી છે, વધતા જતા કેસો વચ્ચે લોકોનો ડર પણ વધી રહ્યો છે, વિશ્વના ઘણા દેશઓ એવા છે કે જ્યા કોરોનાથી મૃત્યુ સંખ્યા પણ વધતી જોવા મળી છે, ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વકરી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ચીન પાસે પાકિસ્તાને કોરોનાની વેક્સિનનો જથ્થો લીધો હતો, આ ચીનની વેક્સિનનો પહેલો ડોઝ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ લીધો હતો છત્તાં પણ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે આ પહેલા પણ પીએ ઈમરાનખાને વેક્સિન લીધા બાદ કોરોના થયો હતો જો કે તેઓ હાલ પણ ક્વોરોન્ટાઈન થયેલા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે, અહીં બીજી લહેરની ગતિ વધી રહી છે, દિવસેને દિવસે અસંખ્ય કેસો નોંધાઈ રહ્યા છે.
કોરોના પોઝિટિવ થયો બાદ રાષ્ટ્રપતિ અલ્વીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી ,તેમણે કહ્યું હતું કે, હું કોરોના ગ્રસ્ત થયો છું. અલ્લાહ કોરોના અસરગ્રસ્ત દરેક દર્દીને આશીર્વાદ આપે. મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, પરંતુ બીજા ડોઝ બાદ એન્ટિબોડીઝ બનવાનું શરૂ થાય છે, મારો બીજો ડોઝ આવતા અઠવાડિય લેવાનો હતો. મહેરબાની કરીને ચાવચેતી રાખો.”
-સાહીન