1. Home
  2. ગુજરાતી
  3. ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિન્ટાના લગ્નને 5 વર્ષ પુરા – પોતાનાથી 10 વર્ષ નાના ગુડઈનફ સાથે કર્યા છે લગ્ન, ઈન્સ્ટાગ્રામ પણ ફોટો કર્યા શેર
ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિન્ટાના લગ્નને 5 વર્ષ પુરા – પોતાનાથી 10 વર્ષ નાના ગુડઈનફ સાથે કર્યા છે લગ્ન, ઈન્સ્ટાગ્રામ પણ ફોટો કર્યા શેર

ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિન્ટાના લગ્નને 5 વર્ષ પુરા – પોતાનાથી 10 વર્ષ નાના ગુડઈનફ સાથે કર્યા છે લગ્ન, ઈન્સ્ટાગ્રામ પણ ફોટો કર્યા શેર

0
  • ડિમ્પલ ગર્લ પ્રિટી જીન્ટાના લગ્નને પાંચ વર્ષ થયા
  • પોતાનાથી 10 વર્ષ નાનો છે તેનો પતિ

મુંબઈ – બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની આજે પાંચમી એનીવર્સરિ છે. આ પ્રસંગે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ ગુડઈનફ સાથે ફોટો શેર કરીને અભિનંદન આપ્યા હતા. આ સાથે તેણે પતિ માટે એક સુંદર નોટ પણ લખી છે. આમાં તેણે ગુડઈનફ માટે ખાસ વાતો લખી છે.

પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ‘હેપ્પી વેડિંગ એનિવર્સરી, માય લવ, તમારા  કારણે જ  કે હું મોબાઇલ તરફ ઝૂકીને જોઉં છું અને સ્મિત કરીને પોલની પાસે જતી રહું છું. વિશ્નાસ નથી થઈ રહ્યો કે, એક દાયકા સાથે વિતાવી ચૂક્યા છે,સમય કેટલો જલ્દી જઈ રહ્યો છે, હું તમને યાદ કરું છું … કાશ તમે અહીં હોત ’

પોસ્ટની વચ્ચે વચ્ચે, પ્રીતિએ તેના પતિ માટે પ્યાર ભર્યા  ઇમોજીસ પણ મૂક્યા છે. તેમની પોસ્ટ જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંને વચ્ચે સારી બોન્ડિંગ છે અને તેઓ એકબીજાને ખૂબ ચાહે છે. પ્રીતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અહીં તે તેના રૂટીનથી સંબંધિત ફોટા શેર કરતી રહે છે. તેમાંથી ગુડઈનફ ઘણી વખત સાથે પણ જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે પ્રિટી ઘણા સમયથી ફિલ્મથી દૂર છે.

પ્રીતિએ 29 ફેબ્રુઆરી વર્ષ 2016 ના રોજ અમેરિકન ઉદ્યોગપતિ જેન ગુડઈનફ સાથે લગ્ન કર્યા. તેમના પતિ પ્રિતી કરતા 10 વર્ષ નાના અમેરિકન નાગરિક છે. તેણે વિદેશી બોયફ્રેન્ડ જેન ગુડઈનફ સાથેના લગ્નને અત્યંત અંગત રીતે રાખ્યા હતા. આ સમય દરમિયાન તેઓ સાશિયલ મીડિયાથી પણ દૂર રહ્યા હતા.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code