વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલ મુદ્દે વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર
દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને વિરોધ કરતા રાજકીય પક્ષો અને નેતા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આવા નેતાઓ અને રાજકીયપક્ષો કૃષિ બિલના નામે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવાતી હતી હવે જનતા માટે સરકાર ચાલે છે. જે લોકો ખેડૂતોના હિતલક્ષી સુધારાનો વિરોધ કરી રહ્યાં છે. તેમની ઉપર નજર કરીએ તો બૌદ્ધિક બેઈમાની છે અને રાજકીય છેતરપીંડીનો અસલી મતલબ નજર આવે છે. અમે દેશમાં નાના ખેડૂતો વધારે મજબુત કરવા માંગીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણા દેશમાં બનેલી તમામ સરકાર મૂળરૂપે કોંગ્રેસ ગોત્રના એક શખ્સને નેતૃત્વમાં બની છે અને જેથી તેમના રાજકીય અને આર્થિક વિચારમાં કોઈ અંતર નથી. અટલજીએ લોકોને મોકો આપ્યો હતો પરંતુ પૂર્ણ બહુમત આપ્યો ન હતો. જેથી ગઠબંધનની સરકાર બની હતી. હું પોતાની જાતને કિસ્મતવાળો સમજુ છું કે લોકોએ અમને સાથ આપ્યો છે અને દેશમાં પહેલી પૂર્ણ બહુમત સાથે નોન કોંગ્રેસી સરકાર બનાવી, એનો અર્થ એવો થયો કે, લોકોએ પૂર્ણ પરિવર્તન માટે વોટ આપ્યો છે.