1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે
અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

0
Social Share

અમદાવાદઃ શહેરના આંગણે સંત શ્રી પ્રમુખસ્વામી  શતાબ્દી મહોત્સવનો આજે તા. 14મી ડિસેમ્બરથી રંગેચંગે પ્રારંભ થશે. આ મહોત્સવનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજના હસ્તે આજે સાંજે 5 વાગ્યે થશે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવનો પ્રારંભ કરાશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહશે. શતાબ્દી મહોત્સવના ઉદઘાટન બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફત ગુલાબોથી પુષ્પવર્ષા કરવામાં આવશે, એના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

અમદાવાદના ઓગણજ ખાતે  આજે સાંજથી સંત શ્રી પ્રમુખસ્વામી  શતાબ્દી મહોત્સવનો દબદબાભેરપ્રારંભ થશે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે સાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે, જેને લઈ અમદાવાદની તમામ ફાઇવસ્ટાર હોટલના 90 ટકા અને અને ફોરસ્ટાર હોટલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે, એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવસ્ટાર હોટલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, તેમના માટે હોટલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. હોટલોમાં રોકાયેલા NRI હરિભક્તોની ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે એનું પણ વિશેષ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે તેમને વેલકમ પણ હાથમાં ફૂલ આપી કંકુથી તિલકથી કરાશે. ખાસ કરીને હરિભક્તોનો પોતાનો ધર્મ સચવાઈ રહે એ માટે હોટલોએ અન્ય ફૂડનાં કાઉન્ટર સહિત કિચન 30 દિવસ માટે જુદાં કરી દીધા છે. મહોત્સવના ક્લોઝિંગ સેરેમની માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ 7થી 15 જાન્યુઆરી સુધી ઉપસ્થિત રહેશે. બીજી તરફ મહોત્સવના સ્થળ નજીકથી જલદ પદાર્થ લઈ જતાં વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં  24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ છે.અને  એક મહિનો ચાલનારા મહોત્સવમાં મહાનુભાવો કોઈ એક દિવસે હાજરી આપશે, જેને કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે. 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારે ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફત ગુલાબોથી પુષ્પવર્ષા કરવામાં આવશે, એના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code