1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચી-મંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચી-મંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોચી-મંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન કરશે

0
Social Share
  • કોચી-મંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન
  • પીએમ મોદી કુદરતી ગેસ પાઇપલાઇનનું કરશે ઉદ્દઘાટન
  • ગેલ લિમિટેડ દ્વારા 450 કિમી લાંબી પાઇપલાઇનનું નિર્માણ

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચી-મંગલુરુ કુદરતી ગેસ પાઇપલાઇનનું ઉદ્દઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયએ રવિવારે કહ્યું હતું કે, ‘એક દેશ, એક ગેસ ગ્રિડ’ ના નિર્માણમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ થશે. 450 કિમી લાંબી પાઇપલાઇનનું નિર્માણ ગેલ લિમિટેડે કર્યું છે.

પીએમઓએ જણાવ્યું હતું કે, તેની પાસે પ્રતિ દિન 12 મિલિયન મીટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરની પરિવહન ક્ષમતા છે. અને તે કોચીમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ ટર્મિનલથી મંગલુરુ સુધી કુદરતી ગેસ લઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે 5 મી જાન્યુઆરીએ ઉર્જા આત્મનિર્ભરતા માટેનો એતિહાસિક દિવસ જાહેર કર્યો છે.

કેરળના કોચી અને કર્ણાટકના મંગલુરુ વચ્ચે નાખેલી નેચરલ ગેસ પાઇપલાઇન કુલ 450 કિલોમીટર લાંબી છે. ગેલ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલી આ પાઇપલાઇનની પરિવહન ક્ષમતા દરરોજ 12 મિલિયન મીટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર નોંધાઈ રહી છે.

કોચી ખાતે લિક્વિડ નેચરલ ગેસના પુનર્ગઠન ટર્મિનલથી એર્નાકુલમ,ત્રિશૂર,પલક્કડ,મલપ્પુરમ,કોઝિકોડ,કન્નુર અને કાસરગોડ જિલ્લાઓથી થઈને મંગલુરુ સુધી કુદરતી ગેસ લઈ જશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ પાઇપલાઇન જે જિલ્લામાંથી પસાર થશે ત્યાં વ્યવસાયિક અને ઓદ્યોગિક એકમોને કુદરતી ગેસ મળશે. સ્વચ્છ ઇંધણના વપરાશથી હવાના પ્રદૂષણમાં ઘટાડો થશે, જે હવાની ગુણવત્તામાં સુધારો કરશે.

આ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટની કુલ કિંમત આશરે 3000 કરોડ રૂપિયા હતી. તેના નિર્માણ દરમિયાન 12 લાખથી વધુ માનવ-દિવસ બરાબર રોજગારની રચના કરવામાં આવી. એટલે કે રોજગારની દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થયો. આ પાઇપલાઇનની મદદથી સામાન્ય લોકોના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ મળશે. આ ઘરેલું ગેસની તુલનામાં એકદમ આર્થિક હશે. પાઇપલાઇન દ્વારા લોકોના ઘરોમાં કનેક્શન આપવામાં આવશે. જેના દ્વારા મીટર કનેક્ટ થશે. પાણી અને વીજળીની જેમ દર મહિને ગેસનું બિલ પણ આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code