1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

0
Social Share

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કેટલીકવાર મંનઘડત નિર્ણય લઈને વિવાદમાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત એટલી બધી સારી નથી. છતાં ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ જે ફરજો બજાવવાની છે. એમાં હાથ ઊચા કરી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગાર્ડન પીપીપી ધોરણે પધરાવવાની હિલચાલ શરૂ કરી છે. એટલે ગાર્ડનમાં જવા માટે પણ શહેરીજનોએ ચાર્જ ચુકવવો પડશે. આ વિવાદ શમ્યો નથી ત્યાં શહેરના ઓવરબ્રીજ પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23,31 લાખની રકમ અપવાનો મ્યુનિના સત્તાધિશોએ નિર્ણય લીધો છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશનને  આર્થિક સક્ષમ બનવા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. નવી આવક શોધવા એક્સપર્ટ ટીમની રચના કરાઇ રહી છે પણ બીજી તરફ ખોટા ખર્ચા પર અંકુશ કરવા કોઇ બાધ રખાયો નથી. તમામ બ્રિજની દૈનિક સફાઇ થતી હોવા છતાં પાલિકાએ વિવિધ બ્રિજને ધોવાનું આયોજન કર્યું છે. બ્રિજને ધોવા માટે ખાનગી એજન્સીને રૂ.23.31 લાખનો ખર્ચ કરવાની આગામી ત્રીજી માર્ચે મંજુરી આપવાની દરખાસ્ત જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજુ કરાઇ છે.  સ્વચ્છતા સર્વેક્ષણમાં વધુ એક વખત દેશના મહાનગરોમાં બીજા ક્રમે ઝળકનારા સુરત મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ બ્રિજની દૈનિક મોડી રાત સુધી સફાઇ કરવામાં આવે છે. વિવિધ તબક્કે રંગરોગાન પણ કરાયું છે ત્યારે મ્યુનિ.એ શહેરના કેટલાક મોટા બ્રિજને ધોવાની તૈયારી દર્શાવી છે. વિવિધ બ્રિજને વાર્ષિક ધોરણે ધોવા માટે એજન્સીઓ પાસે ઓફર મંગાવી હતી. આ કામ સોંપવા ક્વોલિફાઇ એજન્સીએ 23.31 લાખની ઓફર ભરી હતી. આ અંગે આગામી 3જી માર્ચે મળનારી બાંધકામ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે. એવું સૂત્રોએ જણાવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code