1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય-રણવીર બાદ પ્રિયંકા ચોપડા Bear Grylls સાથે એડવેન્ચર પર જશે ? સર્વાઇવલ એક્સપર્ટએ કહી આ વાત   
અક્ષય-રણવીર બાદ પ્રિયંકા ચોપડા Bear Grylls સાથે એડવેન્ચર પર જશે ? સર્વાઇવલ એક્સપર્ટએ કહી આ વાત   

અક્ષય-રણવીર બાદ પ્રિયંકા ચોપડા Bear Grylls સાથે એડવેન્ચર પર જશે ? સર્વાઇવલ એક્સપર્ટએ કહી આ વાત   

0
Social Share
  • Bear Grylls મહિલા ભારતીય સ્ટાર સાથે એડવેન્ચર કરવા માટે ઉત્સુક
  • પ્રિયંકા ચોપડા સાથે જઈ શકે છે એડવેન્ચર પર
  • સર્વાઇવલ એક્સપર્ટએ શું કહી વાત,અહીં જાણો   

મુંબઈ:સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર, રણવીર સિંહ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એડવેન્ચર પર ગયા પછી બેયર ગ્રિલ્સ એક ફિમેલ આઇકોન સાથે જંગલોમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. બેયર ગ્રિલ્સનું કહેવું છે કે,ભારતીય સ્ટાર્સ સાથેના એડવેન્ચર તેના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.આવી સ્થિતિમાં હવે તે મહિલા ભારતીય સેલિબ્રિટી સાથે મિશન પર જવા માંગે છે.

મેન vs વાઈલ્ડથી ઓળખાતા સર્વાઇવલ એક્સપર્ટ બેયર ગ્રિલ્સ ઘણી વખત ભારત આવી ચુક્યા છે.ગ્રિલ્સનું કહેવું છે કે,તેનું અને ભારતના સ્ટાર્સ સાથે ખાસ જોડાણ છે.પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે,બેયર ગ્રિલ્સ હંમેશા ભારતના પુરૂષ સેલેબ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળ્યા છે. આ અંગે તેણે કહ્યું કે,તે મહિલા ભારતીય સ્ટાર સાથે એડવેન્ચર કરવા માટે ઉત્સુક છે. એક મુલાકાતમાં, બેયરે કહ્યું હતું કે,’તે થશે અને તે ટૂંક સમયમાં થશે.’

ઇન્ટરવ્યુમાં, બેયર ગ્રિલ્સને પૂછવામાં આવ્યું કે,તે કયા ભારતીય આઇકોન્સને એડવેન્ચર રાઇડ પર લઇ જવા માંગે છે.સર્વાઇવલ એક્સપર્ટ બેયરે આ અંગે પણ એક લાંબી લિસ્ટ તૈયાર કરી છે.તેણે જવાબ આપ્યો, ‘વિરાટ (ક્રિકેટર વિરાટ કોહલી) સાથે એડવેન્ચર કરવું શાનદાર રહેશે.તે ખરેખર શેર દિલનો અને સારો માણસ છે. અને પ્રિયંકા ચોપડા સાથે જવું પણ અદ્ભુત રહેશે. હું એકવાર તેના પતિને એક સફર પર લઈ ગયો હતો અને તે એક અદ્ભુત વ્યક્તિ છે. લોકોને પ્રિયંકાની વાર્તા સાંભળવી ગમશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code