પ્રોનિંગ : શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ, સ્વાસ્થ્ય મંત્રાલયે ઘરે ઓક્સિજન લેવલ વધારવાની જણાવી રીત
- કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો
 - ઓક્સિજનની અછતથી પ્રશાસન મુશ્કેલીમાં
 - સ્વાસ્થ્ય મંત્રાલયે ઘરે ઓક્સિજન લેવલ વધારવાની જણાવી રીત
 
દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ દિવસોમાં ઓક્સિજનની અછતને કારણે આખા દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી પ્રશાસન મુશ્કેલીમાં મુકાયું છે,જોકે ઓક્સિજનની અછતને પહોંચી વળવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.બીજી તરફ દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે.
ઓક્સિજનની અછતને કારણે દર્દીઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે ઓક્સિજનનું સ્તર જાળવવા માટે પ્રોનિંગ વિશે જણાવ્યું છે. જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ,જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તે લોકો પ્રોનિંગની પ્રક્રિયાને અપનાવી શકે છે. પ્રોનિંગથી કોરોના દર્દીઓને ઓક્સિજનનું સ્તર સુધારવામાં મદદ મળી શકે છે.
- પ્રોનિંગ શું છે ?
 
પ્રોનિંગ એ યોગ્ય રીતે ઊંડો શ્વાસ લેવાની પ્રક્રિયા છે. તેનો ખાસ ફાયદો તે દર્દીઓને આપવામાં આવશે જેઓ હોમ આઇશોલેશનમાં છે. તે શરીરમાં ઓક્સિજનના સ્તરને નિયંત્રિત કરે છે.
- પ્રોનિંગ કેવી રીતે કરવામાં આવે છે
 
શરીરના ઉંધા ભાગે સુવો અને ગળાના ભાગની નીચે તકિયો લગાવો.આ ઉપરાંત એક અથવા બે તકિયા છાતી અને ઉપરના સાથળની વચ્ચે લગાવો.બે તકિયા પગની નીચે લગાવો. પ્રોનિંગ કરવા માટે તમારે ચાર થી પાંચ તકિયાની જરૂર છે. દર અડધા કલાકમાં તમારી પોઝિશન બદલો.
- પ્રોનિંગનું મહત્વ
 
પ્રોનિંગ વેન્ટીલેશનને વધારે છે.તેના કારણે તમે સરળતાથી શ્વાસ લઇ શકો છો. પ્રોનિંગ ત્યારે કરો જયારે દર્દીને શ્વાસ લેવામાં પરેશાની આવી રહી છે અને એનું ઓક્સિજન લેવલ 94 થી ઓછુ થઇ જાય. હોમ આઇશોલેશનમાં રહેતા દર્દીઓએ નિયમિતપણે સમયથી તાપમાન,બ્લડ પ્રેશર,બ્લડ સુગર તપાસવું જોઈએ. સમયસર યોગ્ય પ્રક્રિયાથી પ્રોનિંગ કરવાથી ઘણા લોકોનો જીવ બચી શકે છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

