1. Home
  2. ગુજરાતી
  3. ‘પહેલાની પેઢીઓના મુકાબલે પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો હવે વધુ’
‘પહેલાની પેઢીઓના મુકાબલે પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો હવે વધુ’

‘પહેલાની પેઢીઓના મુકાબલે પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો હવે વધુ’

0

સંયુક્ત રાષ્ટ્રની એક ટોચના અધિકારીએ કહ્યુ છે કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો ખતરો પહેલાની પેઢીઓની સરખામણીમાં હવે વધારે છે, કારણ કે હાલ આંતરરાષ્ટ્રીય માહોલને સહયોગના મુકાબલે પ્રતિસ્પર્ધા દ્વારા ઘણું વધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેમણે કહ્યુ છે કે કૂટનીતિની મદદ લેવાની સરખામણીમાં હથિયારોને પ્રાપ્ત કરવાને વધારે મહત્વ આપવામાં આવે છે.

નિશસ્ત્રીકરણના મામલા માટે યુએનના એક ઉચ્ચ પ્રતિનિધિ ઈઝુમી નાકામિત્સુએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યુ છે કે ઝડપથી તકનીકી વિકાસ ઘણી પદ્ધતિઓથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા માહોલને પ્રભાવિત કરવાનું શરૂ કરી દેશે. આમા પરમાણુ હથિયારોને પ્રાપ્ત કરવાની અડચણોને ઓછી કરવાનું સામેલ છે.

આ બેઠક ઐતિહાસિક સમજૂતીની સમીક્ષા માટે 2020 માટે નિર્ધારીત આગામી સંમેલન પહેલા પરમાણુ બિનપ્રસાર સંધિના સમર્થનમાં બોલાવવામાં આવી હતી. નાકામિત્સુએ કહ્યુ હતુ કે આજે આપણે ખુદને સહયોગની સરખામણીમાં પ્રતિસ્પર્ધા દ્વારા ઘણું વધારે વ્યાખ્યાયિત એક આંતરરાષ્ટ્રીય માહોલમાં હોવાનું મહેસૂસ કરીએ છીએ અને કૂટનીતિનો સહારો લેવાના મુકાબલે હથિયારોને પ્રાપ્ત કરવાને વધારે મહત્વ આપવામાં આવે છે.

તેમમે કહ્યુ છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ, અથવા તો જાણીજોઈને, દુર્ઘટનાવશ, અથવા ખોટા અનુમાનથી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટા ખતરામાંથી એક છે અને પરમાણુ યુદ્ધના સંભવિત પરિણામ વૈશ્વિક હશે અ આનાથી તમામ સદસ્ય દેશ પ્રભાવિત થશે. તેમણે નિશસ્ત્રીકરણ અને બિનપ્રસારને એનપીટીના બે સ્તંભ ગણાવતા કહ્યુ છે કે આ એક જ સિક્કાની બે બાજૂ છે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના મહાનિદેશક યુકિયા અમાનોએ પણ પરિષદને સંબોધિત કરી ને સદસ્યોને યાદ દેવડાવ્યું કે એજન્સી પરમાણુ સહયોગ માટે અનુકૂળ એક માહોલના નિર્માણ માટે એનપીટીના અમલીકરણમાં ભૂમિકા નિભાવે છે અને વિકાસશીલ દેશોને શાંતિપૂર્ણ ઉદેશ્યો માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.

તેમણે કહ્યુ છે કે ઈરાન અને ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમોનું નિરીક્ષણ આઈએઈએના એજન્ડામાં ટોચ પર છે. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સંધિ માટે તેના સદસ્યોના સમર્થનની ફરીથી પુષ્ટિ કરવાની ઘોષણા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.