
પંજાબઃ કોંગ્રેસની હાર પર નવજોત સિદ્ધુએ નમ્રતા દાખવી હાર સ્વિકારી- કહ્યું ‘જનતાનો આદેશ એ ભગવાનનો અવાજ’
- પંજાબમાં કોંગ્રેસની હાર પર સિદ્ધુનું નિવેદન
- કહ્યું -જનતાનો આદેશ ભગવાનનો અવાજ છે
ચંદિગઢઃ- આજરોજ દેશના પાંચ રાજ્યોમાં યોજાય ચૂકેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થી રહ્યું છે . ત્યારે પંજાબની જો વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસના સૂફડા સાફ થતા જોવા મળી રહ્યા છે
પંજાબમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી હારતા જોવા મળી રહ્યા છે, જ્યારે સીએમ ચરણજીત સિંહ ચન્ની પણ ભદૌર અને ચમકૌર સાહિબ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સત્તામાં રહેલી કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર જ આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 91 બેઠકો સાથે પ્રચંડ બહુમતિના આરે છે. દરમિયાન ડજોવા મળી રહી છે, નવજોત સિંહ સિદ્ધુએ પણ અત્યંત વિનમ્રતા સાથે હાર સ્વીકારી લીધી છે.
The voice of the people is the voice of God …. Humbly accept the mandate of the people of Punjab …. Congratulations to Aap !!!
— Navjot Singh Sidhu (@sherryontopp) March 10, 2022
આ સમગ્ર મામલે નવજોત સિદ્ધુ એ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને જીત પર અભિનંદન પાઠવ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કર્યું છે કે , ‘આજે લોકો પાસે ભગવાનનો અવાજ છે. હું પૂરી નમ્રતા સાથે પંજાબની જનતાનો આદેશ સ્વીકારું છું. અભિનંદન.’