
પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યાઃ આજ રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે
- પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા સીએમ
- આજ રોજ મુખ્યમંત્રી પદના શપલ લેશે
દેહરાદૂનઃ- છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરપ્રદેશના રાજકરણમાં ઉથલ પાથલ સર્જાયા બાદ મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતે પોતાના સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું હતું ત્યાર બાદ નવા મુખ્યમંત્રીને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે રાજ્યને તેમના નવા સીએમ મળી ચૂક્યા છે,પુષ્કરસિંહ ધામી આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે.શપથ લીધા બાદ તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે.
ભાજપના યુવા ધારાસભ્ય પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી બનશે. ચૂંટણીના વર્ષમાં ભાજપે યુવા ચહેરા પર હાથ અજમાવ્યો છે. 45 વર્ષીય ધામી વિદ્યાર્થી જીવનકાળથી જ રાજકારણમાં સક્રિય જોવા મળ્યા છે. ધામીના નામની ઘોષણા થતાં ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ ફરી એકવાર આશ્ચર્યચકિત થવા પામ્યું છે, મુખ્યમંત્રી બનવાની હરોળમાં જોવા મળતા મુખ્ય નેતાઓ સતપાલ મહારાજ, ત્રિવેન્દ્રસિંહ રાવત, ધનસિંહ રાવત સહિતની પીછે હટ થઈ હતી.
વિતેલા દિવસને શનિવારના રોજ 45 વર્ષીય ધામીને પ્રદેશ પાર્ટી કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકની અધ્યક્ષતામાં ભાજપ વિધાનસભા બોર્ડની બેઠકના સર્વાનુમતે નેતા તરિકે ચૂંટવામાં આવ્યા હતા. નામની ઘોષણા થયા બાદ ધામી રાજભવન પહોંચ્યા જ્યાં તેમણે રાજ્યપાલને ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકેની તેમની ચૂંટણી વિશે માહિતી આપી અને સરકાર રચવાનો પ્રસ્તાવ રાખ્યો. ત્યારે હવે નવા નિમાયેલા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 6 વાગ્યે રાજભવન ખાતે યોજાશે.