1. Home
  2. ગુજરાતી
  3. ભારતની વિરાંગનાઓ ભાગ-9: રાણી પદ્માવતીનો ખુમાર,ખિલજીને તાબે ન થતા અગ્નિમાં કર્યુ આત્મ સમર્પણ

ભારતની વિરાંગનાઓ ભાગ-9: રાણી પદ્માવતીનો ખુમાર,ખિલજીને તાબે ન થતા અગ્નિમાં કર્યુ આત્મ સમર્પણ

0
Social Share

સાહિન મુલતાની

મુસ્લિમ સલ્તનતના અલાઉદીન ખિલજીએ જ્યારે ચિત્તોડ પર આક્રમણ કર્યું તે પણ માત્ર રાણી પદ્માવતીની સુંદરતાથી મોહીને તેને પામવા માટે.રાણી પદ્માવતી ખિલજીને તાબે ન થતા અનેક રાજપુત મહિલાઓ સાથે મળીને અગ્નિકુંડમાં પડતું મુકે છે,ત્યારે રચાય છે પદ્માવતીનો ઈતિહાસ,રાની પદ્માવતી ભારતીય ઇતિહાસની વૃત્તાંતમાંની આવી જ એક વાર્તા છે જે મેવાડથી શરૂ કરીને ચિત્તોડ સુધી ફેલાયલી રાજપૂતાનો ઇતિહાસ રજુ કરે છે.પદ્માવતી પદમીની નામથી પણ ઓળખાય છે

આ ઈતિહાસના શરુઆતનો ઉલ્લેખ 14મી સદીમાં કવિ મલિક મોહમ્મદ જયસી દ્રારા પદ્માવત મહાકાવ્યમાં થયો છે, વર્ષ 1303મા દિલ્હી પર જ્યારે અલાઉદિન ખિલજીનું સાશન હતું અને તેણે ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું, મહાકાવ્ય પ્રમાણે રાણી પદ્માવતી ચમકતી સુંદરતાનું અદભૂત ઇદાહરણ હતા,કવિ કહે છે, “પૃથ્વી પર આટલી સુંદરતા ક્યારેય જોવા મળી ન હતી”.

પદ્મિનીની દિવ્ય સુંદરતાની વાર્તાઓ દેશ-વિદેશમાં ફેલાયેલી. ચિત્તોડના રાજા રાવલ રતનસિંહ પણ પદ્માવતીની સુંદરતાથી મોહી જાય છે અને સ્વયંવરમાં ભાગ લઈ રાણી પદ્માવતીનું દિલ જીતીને પરત ફરે છે,પદ્માવતી હવે ચિત્તોડની રાણી બની છે.

ચિતૌડ પર રાજપૂત રાજા રાવલસિંહનું રાજ હતુ ,એક સંપૂર્ણ શાસક અને પતિ હોવા ઉપરાંત રતન સિંહ કલાના સંરક્ષક પણ હતા.દરબારમાં ઘણા પ્રભાવશાળી લોકો હતા. જેનામાંથી એક સંગીતકાર રાઘવ ચેતન જે જાદૂગર પણ હતો પોતાની પ્રતિભાનો પ્રયોગ દુશ્મનને મારવા માટે કરતો.રાઘવ ચેતનના મંત્ર-તંત્રની ખબર પડતા જ રાવલ રતન સિંહ તેને રાજ્યમાંથી કાઢી મુકે છે.

ત્યારથી રાઘવ ચેતન તેમનો દુશ્મન બનતા અપમાનનો બદલો લેવાનું નક્કી કરે છે.રાઘવ ચેતન એક જંગલમાં રોકાય છે. એક દિવસ તેને ખબર પડી કે સુલ્તાન શિકાર માટે જંગલમાં આવી રહ્યા છે,તેણે વાંસળી વગાડી, શુર સાંભળતા જ ખિલજીએ તેમના સૈનિકોને તેને લાવવા માટે કહ્યું.
રાઘવ ચેતનની પ્રશંસા કરતા દરબારમાં આવવા કહ્યું. રાઘવ ચેતનને પોતાના કામમાં સફળતાનો રસ્તો મળ્યો,એક તીરથી બે નિશાન લગાવવાની શરૂઆત કરતા રતન સિંહ સાથે બદલો લેવા ખિલજીને ભડકાવવા લાગ્યો.

રાણી પદ્માવતીની સુંદરતાના વખાણ કરવા લાગ્યો,જેને સાંભળી ખિલજીને તેને મળવાની ઈચ્છા જાગી.ખિલજીનું સપનું હવે રાણી પદ્માવતીને એક વાર જોવાનું હતુ.બેચેન બનેલો ખિલજી રાણી પદ્માવતીની એક ઝલક માટે તડપવા લાગ્યો.તેથી સૈનિકોને આક્મણ માટે કહ્યું,ચિત્તોડગઢના કિલ્લા પર ઘેરાબંદી પછી ખિલજીએ રાજા રતન સિંહને સંદેશ મોકલ્યો કે તે ચિત્તોડગઢની સુંદરતા જોવા માંગે છે.રાજા રતન સિંહે તેમનુ રાજ્ય બચાવવા તેની વાત માની.

જ્યારે ખિલજીએ રાણીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાણીએ એક શરત રાખી,ખિલજીના બદઈરાદાથી વાકેફ પદ્માવતીએ ખિલજીને પોતાનું પ્રતિબિંબ ફક્ત અરીસામાં જોવાની પરવાનગી આપી.પડછાયામાં રાણીની સુંદરતા જોયા બાદ ખિલજીએ પદ્માવતીને પામવાની ઈચ્છા જાગી.

પદ્મિનીના પ્રતિબિંબની માત્ર ઝલકથી પ્રભાવિત ખિલજી ચિત્તોડગઢ પર વિજય મેળવવાનું કાવતરું ઘડવા લાગ્યો.તેણે રાવલ રતન સિંહને શાહી મહેલની બહાર છાવણીમાં આવવાનું આમંત્રણ આપ્યું અને દગાથી તેમને કેદ કરી લીધા.ત્યારબાદ પદ્મિનીને કહ્યું કે, જો તે પોતાના પતિને જીવંત જોવાની ઇચ્છા રાખે છે તો પોતાના સમક્ષ આત્મસમર્પણ કરે.

ચિત્તોડની સેનાએ સુલ્તાનને હરાવા યોજના બનાવી અને ખિલજીને સંદેશ મોકલ્યો કે આવતી કાલે સવારે પદમીની સુલ્તાનને સોપશે.સવાર થતા જ 150 પાલકીઓ ખિલજીના શિબિર તરફ રવાના થઈ,પાલકીઓ ત્યાં રોકાઈ જ્યાં રતન સિંહ બંદી હતા.અચાનક પાલકીમાંથી સશસ્ત્ર સૈનિક નીકળ્યા અને રતન સિંહને સુરક્ષિત કિલ્લા સુધી લઈ ગયા.

પોતે અપમાનિત થતા અને દગાનો અનુભવ કરતા ખિલજીએ ગુસ્સામાં સેનાને ચિતૌડગઢ કિલ્લા પર આક્રમણનો આદેશ આપ્યો.સેના કિલ્લાની બહાર અડગ રહી.ખિલજીએ કિલાની ઘેરાબંદી કરી, જેને લઈને કિલ્લામાં ખાદ્ય આપૂર્તિ ધીમે-ધીમે સમાપ્ત થતી ગઈ.રતન સિંહે મજબુરીમાં દ્વાર ખોલવા આદેશ આપ્યા અને યુદ્દ માટે લલકાર્યું.રતન સિંહની સેના ખિલજીના લડાકાઓ સામે ઢેર થઈ અને રતન સિંહ વીરગતિને પ્રાપ્ત થયા, વાતની જાણ થતા પદ્માવતીએ ચિતૌડની મહિલાઓને કહ્યુ કે હવે આપણી પાસે બે વિક્લ્પ છે.આપણે જોહર કરી લઈએ અથવા તો વિજયી સેના સામે આપણુ અપમાન સહન કરીએ.


કહેવાય છે કે બધી મહિલાઓએ એક કુડમાં વિશાળ ચિતા સળગાવી  ચિતાની આગમાં રાણી પદ્માવતી તથા બધી મહિલાઓએ આગમાં પડતુ મુંક્યું,આ રીતે ખિલજીની પદ્માવતીને પામવાની ઈચ્છા અધુરી રહી,પદ્માવતી ખિલજીને પોતાનો ચહેરો બતાવ્યા વિનાજ જોહર કરીને ખિલજીને માત આપે છે.

જોકે કેટલાક ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે રાણી પદ્મિની જયસીના મહાકાવ્યની માત્ર કલ્પનાશીલતા હતી. મુસ્લિમ ઇતિહાસકાર અને કવિ અમીર ખુસરાઉ, જેમણે ખિલજી સાથે તેમના લશ્કરી અભિયાનોનું કાળક્રમ લખ્યું હતું, તેમણે તેમના લખાણમાં ચિત્તોડની પદ્મિનીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.જો કે અત્યાર સુધી પદ્માવતીની સાચી વાર્તા પૌરાણિક કથા, રહસ્ય અને પરંપરાગત વાર્તાઓ ગુંથાઈને રહી ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code