1. Home
  2. ગુજરાતી
  3. RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?
RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

0

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હયુ હતુ કે એરબસ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે ફ્રાંસના સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે જ્યારે પીએમ આવશે, તો એક એમઓયૂ સાઈન કરવામાં આશે. જેમાં અનિલ અંબાણીનું નામ હશે. એટલે કે રફાલ ડીલમાં. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આના સંદર્ભે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, એચએએલ અને વિદેશ પ્રધાન ત્રણમાંથી એકેયને ખબર ન હતી. પરંતુ રફાલ ડીલના દશ દિવસ પહેલા જ અનિલ અંબાણીને સોદા મામલે ખબર હતી. તેનો અર્થ છે કે વડાપ્રધાન અનિલ અંબાણીના મિડલમેન તરીકે કામ કરી રહ્યા હતા. માત્ર આના આધારે ટોપ સિક્રેટને કોઈની સાથે શેયર કરવાને લઈને વડાપ્રધાન પર ખટલો ચલાવવો જોઈએ. તેમને જેલમાં મોકલવા જોઈએ. આ દેશદ્રોહનો મામલો છે.

રાહુલ ગાંધીએ રફાલ ડીલ સંદર્ભે કહ્યુ છે કે આ મુદ્દાની સાથે ત્રણ બાબતો જોડાયેલી છે. આ ત્રણ બાબતો છે- કરપ્શન, પ્રોસીઝર અને દેશદ્રોહ. તેમણે કહ્યુ છે કે આ ત્ણ મામલામાં કોઈ બચશે નહીં.

મંગળવારની પ્રેસ કોન્ફરન્સ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે પ્રિય સ્ટૂડન્ટ્સ અને દેશના યુવાઓ, દરરોજ રફાલને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ખુલાસાથી સાફ થઈ રહ્યું છે કે વડાપ્રધાને પોતાના દોસ્ત અનિલ અંબાણીની તમારા ત્રીસ હજાર કરોડ રૂપિયા ચોરવામાં મદદ કરી છે. આના પહેલા સોમવારે લખનૌમાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે રોડ શૉ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દેશના ચોકીદારે યુપી, અન્ય રાજ્યો અને એરફોર્સના નાણાંની ચોરી કરી છે. ચોકીદાર ચોર છે. ઉત્તરપ્રદેશ દેશનું દિલ છે. અમે ફ્રન્ટફુટ પર રમીશું. સિંધિયા, પ્રિયંકા અને તેઓ ત્યાં સુધી નહીં થોભે કે જ્યાં સુધી કોંગ્રેસની વિચારધારની સરકાર રાજ્યમાં બની જાય નહીં.

સોમવારે કેગનો રફાલ સાથે જોડાયેલો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને નાણાં મંત્રાલયને મોકલાયા બાદ તેને લોકસભા સ્પીકર અને રાજ્યસભાના ચેરમેનને પણ મોકલવામાં આવ્યો છે. કેગનો રિપોર્ટ સંસદના પટલ પણ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના ધરણાના ટેકામાં સોમવારે આંધ્રભવન ખાતે રાહુલ ગાંધીએ અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલને ટાંક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે અખબારના રિપોર્ટથી એ સાબિત થઈ ગયું છે કે વડાપ્રધાને આ ડીલમાંથી એન્ટિ કરપ્શન ક્લોઝને હટાવી છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ ક્હ્યુ હતુ કે ડિફેન્સ ડીલમાં એન્ટિ કરપ્શન ક્લોઝ હોય છે. ન્યૂઝ સ્ટોરીમાં લખ્યું હતું કે પીએમએ ડિફેન્સ મિનિસ્ટ્રીની વાતને નકારતા ખુદ સોદો કર્યો હતો. બાદમાં આજના રિપોર્ટ પછી સ્પષ્ટ છે કે પીએમએ રફાલ મામલામાં ચોરી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ અહીં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી અને કહ્યુ હતુ કે મોદીએ આંધ્રપ્રદેશના નાણાં ચોરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં એક અંગ્રેજી અખબારે રફાલ ડીલને લઈને વિવાદીત દાવો કર્યો હતો. અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે મોદી સરકાર આ રિપોર્ટને લઈને એટલી ઉતાવળમાં હતી કે તેમણે એન્ટિ કરપ્શન ક્લોઝ જેવી મહત્વપૂર્ણ શરતને પણ હટાવી દીધી હતી. તેના પછી આ રિપોર્ટને ટાંકીને કોંગ્રેસે ઘણાં નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકાર પર કટાક્ષ પણ કર્યો હતો.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે એસ્ક્રો ખાતા રાખવાના નાણાંકીય સલાહકારોની વાતને પણ રદિયો આપ્યો હતો, કારણ કે પીએમઓએ સોવરેન અથવા બેન્ક ગેરેન્ટીની શરતને સમાપ્ત કરવાનું દબાણ બનાવ્યું હતું. આ પહેલાના અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીએ રફાલ સોદા પર પીએમઓ તરફથી કરવામાં આવતા હસ્તક્ષેપને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે સરકારે લોકસભામાં આપેલા નિવેદનમાં આવા કોઈપણ પ્રકારના હસ્તક્ષેપના કરાયેલા દાવાને રદિયો આપ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.