
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ પ્રથમ વખત આવતીકાલે વાયનાડની મુલાકાતે જશે – રોડ શો અને જાહેર સભા પણ સંબોધશે
- રાહુલ ગાંઘી આવતી કાલે વાયનાડની મુલાકાત લેશે
- સભ્યપદ રદ થયા બાદ આ પ્રથમ મુલાકાત
દિલ્હીઃ- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ચે,તેમનું સભઊ્યપદ રદ થયું છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહેતા જોવા મળે છએ ત્યારે હવે આવતીકાલે 11 એપ્રિલના રોજ તેઓ પોતાના મતવિસ્તાર વાયનાડની મુલાકાતે જવાના છે.
ઉલ્લેખનીય છે કે સાંસદ તરીકે અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંઘી પ્રથમ વખત 11 એપ્રિલે કેરળમાં તેમના ભૂતપૂર્વ મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેવા જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ જાહેર સભાનું સંબોધન કરતા જોવા મળશે આ સાથે જ તેઓ અહીં રોડ શો કરશે.
વાયનાડના કાલપેટ્ટામાં સ્વાગત સમારોહમાં એક વિશાળ જાહેર સભા તેમજ રોડ શોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી અહીં પાર્ટીના સેંકડો કાર્યકરો અને લોકોને સંબોધિત કરશે. SICC સભ્યો અને KPCC નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
રાહુલ ગાંધીએ વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં સુરતની કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકાર્યા પછી સંસદના નીચલા ગૃહનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ કેસ 2019ની લોકસભા ચૂંટણી પહેલા એક પ્રચાર કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ‘મોદી’ ની સરનેમનો ઉપયોગ કરીને કરવામાં આવેલી ટિપ્પણીને લગતો છે.એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2013માં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, રાહુલને 24 માર્ચે સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ચુકાદા હેઠળ, કોઈપણ સાંસદ અથવા ધારાસભ્ય દોષિત ઠરે છે અને બે વર્ષ કે તેથી વધુની સજા પામે છે તે આપમેળે ગેરલાયક ઠરે છે.આ મુદ્દે રાહુલ ગાંધીની અપીલ પર સુરત કોર્ટમાં 13 એપ્રિલે સુનાવણી થશે. તે જામીન પર છે, જે ગુજરાતની સેશન્સ કોર્ટે નિર્ણય લંબાવ્યો હતો. આ કેસમાં દોષિત ઠેરવવા સામેની તેમની અપીલની સુનાવણી 13 એપ્રિલે કોર્ટ કરશે.