
રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા ચર્ચામાં આવી – રાષ્ટ્રગીતના બદલે બીજૂ ગીત વાગતા સોશિયલ મીડિયા પર ઉડી રહી છે મજાક
- કોંગ્રેસની બની ફરી મજાક
- રાષ્ટ્રગીતના બદલે બીજૂ ગીત વાગતા લોકો ઉડાવી રહ્યા છે મજાક
- રાહુ ગાંઘીને ફરી બીજેપીએ કહ્યું પપ્પુ
દિલ્હીઃ- તાજેતરમાં કોંગર્સ પાર્ટી પોતાની ભારત જોડો યોત્રામાં વ્યસ્ત છે, જો કે કોંગ્રેસ પાર્ટી આમ તો બીજેપી સામે ટક્કર આપવાનો માત્ર પ્રયત્ન જ કરી રહી છે સફળ થવામાં બિલકુલ પાછળ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની મજાક બનાવાની બીજી એક તક સાપડી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીની બારત જોડો યાત્રામાં વિતેલા દિવસને બુધવારના રોજ મહારાષ્ટ્રના વસીમમાં એક એવી ઘટના બની કે ફરીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પપ્પુ સાથે સરખાવામાં આવ્યા
ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતને બદલે ખોટૂં ગીત વગાડવામાં આવતા હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. ભાજપના નેતાઓએ આ ભૂલ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા. મહારાષ્ટ્ર બીજેપી નેતા નિતેશ રાણેએ પણ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું કે રાહુલનું કોમેડી સર્કસ.
આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે રાહુલ ગાંધીએ સ્ટેજ પર ઓપરેટરનું માઈક હાથમાં લીધું અને કહ્યું કે હવે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. રાહુલ ગાંધીની સાથે સ્ટેજ પર હાજર તમામ નેતાઓ સાવધાન સ્થિતિમાં ઉભા છે. પરંતુ સંગીત શરૂ થતાં જ રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગતા જ ફરી રાહુલ હાસ્યનું કારણ બની ગયા ,તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ જ વીડિયો શેર કર્યો અને લખ્યું કે રાહુલ ગાંધી, આ શું છે? આ રીતે હવે બીજેપી રાહુલ ગાંઘી પર હસી રહી છે તો દરેક લોકો ફરી રાહુલ ગાંઘી પર નિશાન સાધી રહ્યા છે.
જો કે મહત્વની વાત તો એ બની કે જ્યારે રાષઅટ્રગીતના બદલે બીજૂ ખોટબ ગીત વાગ્યું ત્યારે લગભગ પાંચ સેકન્ડ સુધી રાહુલ ગાંધી સાવચેતીભરી મુદ્રામાં ઉભા રહ્યા,જો કે તેમને ભાન થતાવની સાથે જ તેઓ સજાગ બન્યા જેને લઈને હવે તેઓ મજાકનું કારણ બની રહ્યા છે. તેમણે તરત જ નેતાઓને રોક્યા અને રાષ્ટ્રગીત વગાડવાનું કહ્યુ.