1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પ્રવાસીઓને મળશે રાહત
પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પ્રવાસીઓને મળશે રાહત

પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પ્રવાસીઓને મળશે રાહત

0
Social Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તા 14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે તેમજ તમામ સ્ટેશનો પર રોકાશે.

વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યુ કે, તારીખ 14 ફેબ્રુઆરીથી આગલી સૂચના સુધી ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર પ્રતિદિવસ સવારે 6.30 કલાકે પ્રતાપનગરથી ઉપડી 9 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09164 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સવારે 6.20 કલાકે છોટાઉદેપુરથી ઉપડી 9 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ જ પ્રકારે ટ્રેન નંબર 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર પ્રતિદિવસ સાંજે 18.25 કલાકે પ્રતાપનગર થી ઉપડી 20.55 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09170 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સાંજે 18.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 20.50 કલાકે પ્રતાપનગર પહોંચશે.

માર્ગમાં આ બંને ટ્રેનો બંને દિશાઓમાં કેલનપુર, કુંડેલા, ભિલુપુર, થુવાવી, ડભોઈ, વદવાણા, અમલપુર, સંખેડાબહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુસકાલ, પાવી, તેજગઢ અને પુનિયાવાટ સ્ટેશનો પર રોકાશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 થી સંબંધિત તમામ માનદંડ અને એસઓપીનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code