1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, 225 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના થરાદમાં 6 ઈંચ
ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, 225 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના થરાદમાં 6 ઈંચ

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, 225 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના થરાદમાં 6 ઈંચ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદનો માહોલ જામ્યો છે. રવિવારે સવાગના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 229 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં પાણીની સૌથી અછતવાળા બનાસકાંઠા જિલ્લામાં થરાદમાં 6 ઈંચ,તાખાણી તુકામાં ચાર ઈંચ, તેમજ સુઈગામ, વડગામ,પાલનપુર, વાવ, ડીસા સહિતના વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ જેટલ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખેડા, નવસારી, ભરૂચ, મહિસાગર, કચ્છ,  ડાંગ, મહેસાણા સહિત જિલ્લાઓમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 64 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. થરાદમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યા હતા. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસનદીમાં નવા નીર આવ્યાં હતા. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, નદીમાં પાણી આવી જતા પશુપાલકોએ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.  બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની પ્રથમ આવક શરૂ થઇ ગઇ છે. દાંતીવાડા ડેમમાં 1010 ક્યુસેક પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર,બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.

ચોમાસાની પહેલી સીઝનમાં ગુજરાતમાં ખાલીખમ થયેલા ડેમમાં નવાં નીર આવ્યાં છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54% પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code