
- ઘણા રાજ્યોમાં દેશની આગાહી
- દિલ્હીમાં ગરમીનો પારો વધ્યો
દિલ્હી – દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.તો બીજી તરફ હવે ભારતીય હવામાન વિભાગે એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ ગરમીની ભારે આગાહી જાહેર કરી છે. તો કેટલાક રાજ્હયોમાં વરસાદ પડવાની પણ શક્વાતાઓ દર્શાવી છે.
આ સાથએ જ હવામાન વિભાગે વિતેલા દિવસને રવિવારે જણાવ્યું હતું કે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો, અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલય ક્ષેત્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે આ દરમિયાન જોરદાર વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાંથી આવતા મજબૂત દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે આગામી પાંચ દિવસ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને વાવાઝોડાં પડશે.
આ સાથે જ આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ 5 એપ્રિલે ભારે વરસાદ થશે. તે જ સમયે, આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ, પુડુચેરી, કોસ્ટલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવા વરસાદની સંભાવના છે.
આ સાથે જ બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ છે. આ સાથે જ ગુજરાતમાં પણ પારો ઊંચો જશે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, રાજસ્થાન, ગુજરાતના ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણામાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે.
ભારતીય હવામાન વિભાગે એપ્રિલના પ્રથમ સપ્તાહની આગાહી જારી કરી છે.હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલય ક્ષેત્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની પણ સંભાવના થી રહી છે. વીજળી પડવાની પણ શક્યતાઓ દર્શાવાઈ છે. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમીનો પારો વધવાની સંભાવના છે.