
ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહીતના રાજ્યોમાં વરસાદની સંભાવના – ઠંડીનો ચમકારો વધશે
- રાજ્સથાન યુપીમાં ડિસેમ્બરમાં પણ વરસાદની સંભાવના
- વરસાદ સાથે જ ઠંડીનું જોર પણ વધશે
દિલ્હીઃ- દેશભરમાં હવે શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે, ત્યારે આજથી ડિસેમ્બર મહિનાનો પણ આરંભ થી ચૂક્યો છે .જો કે આ મહિનામાં ઠંડીની સાથે સાથે વરસાદની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.ડિસેમ્બરમાં ઠંડીમાં પણ વધારો થવાનો છે, કારણ કે 30 નવેમ્બર પછી ફરી એકવાર હવામાન માં પલટો જોવા મળશે.
આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 30 નવેમ્બરથી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતને અસર કરે તેવી શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ અને તેની આસપાસના મધ્ય ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે ઠંડી વધી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળશે. એટલે કે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 2 ડિસેમ્બરે વરસાદ સાથે હિમવર્ષા થશે. જ્યારે દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, અને લક્ષદ્વીપ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સાથે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે.IMD એ કહ્યું કે 30 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે, જે આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્ય