1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ
રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ

રાજસ્થાનઃ ઉદ્ઘાટન પૂર્વે જ ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત, બેનો બચાવ

0
Social Share

દિલ્હીઃ રાજસ્થાના ફતેહપુરમાં રસગુલ્લાની ફેકટરીમાં બોઈલર ફાયતા પિતા-પુત્રના મોત થવાના હતા. પિતા-પુત્રએ ફેકટરી નવી જ શરૂ કરી હતી અને તેનું ઉદ્ઘાટન આજે જ થવાનું હતું. જો કે, ઉદ્ઘાટન પૂર્વે જ દૂર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દૂર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં રસગુલ્લાની એક ફેકટરીમાં બોઈલર ફાટતા પિતા-પુત્રના મોત થયાં હતા. મૃતક પિતા-પુત્ર બીકાનેરના ડુંગરગઢના જાલતસર ગામના રહેવાસી હતી. આ દૂર્ઘટનામાં સાંવરમલ અને તેમના દીકરા અશોકનું મોત થયું હતું. પિતા-પુત્રએ આશીર્વાદ ચોકમાં રસગુલ્લાની નવી ફેકટરી શરૂ કરી હતી. ફેકટરીનું ઉદ્ઘાટનને પગલે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન જ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સેફ્ટી વાલ્વ લીક થતા બોઈલર ફાટ્યું હતું. જેથી પ્રચંડ વિસ્ફટો થયો હતો. જેમાં પિતા-પુત્રના દુઃખદ અવસાન થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બોઈલર ચાર દિવાર તોડીને બહાર આવ્યું હતું. બ્લાસ્ટનો અવાજ પણ લગભગ 3 કિમી સુધી સંભળાયો હતો.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પિતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, બનાવ સમયે ફેકટરીમાં ચાર વ્યક્તિઓ હાજર હતા. વાલ્વ લીક થતા બે વ્યક્તિઓ બહાર દોડી ગયા હતા. એટલું જ નહીં અશોકે પિતાને બોઈલરથી દૂર રહેવાની પણ સૂચના આપી હતી. જો કે, વાલ્વ રિપેરીંગ કરવા જતા પિતા-પુત્રનું મોત થયાનું મનાઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code