રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો
જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને નાચના અને નોક સેક્ટર નજીકના વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું લાગ્યું હતું. જો કે, સુરક્ષા દળો દ્વારા તબીબો દ્વારા પાકિસ્તાની નાગરિકની તપાસ કરાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિએ પોતાનું નામ ઈશ્વાત મોહમ્મદ અસલમ રાણા (સરગોધા જિલ્લો, પંજાબ પ્રાંત, પાકિસ્તાન) જણાવ્યું હતું. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, એક ચાકુ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ નવા વર્ષના પહેલા દિવસે યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો, 24 લોકોના મોત
ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની નાગરિકની કસ્ટડી નોક પોલીસને સોંપી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસમાં કરવામાં આવી રહી છે. પાકિસ્તાની નાગરિકે કેવી રીતે સરહદ પાર કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)


