
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી, હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા
- સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી
- હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ
- રજનીકાંતની સલામતી માટે ફેંસે કરી પ્રાર્થના
બેંગ્લોર: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી છે. હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદના પગલે તેમને તાત્કાલિક હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.મળતી માહિતી મુજબ બ્લડ પ્રેશરમાં વધઘટની ફરિયાદ બાદ રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રજનીકાંતની આગામી ફિલ્મ ‘અન્નાથે’નું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું,કારણ કે ટીમના 8 ક્રૂ મેમ્બર્સ કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેણે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પછી તેણે ખુદને કવોરેનટાઈન કરી લીધા હતા.
રજનીકાંતે હાલમાં તેનો 70મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે ફિલ્મ ઉદ્યોગના સાથીઓએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ઘણાં સાથીદારો સાથે તેમના ફેંસએ પણ તેમના લોકપ્રિય ઓન-સ્કીન અવતાર પર પ્રકાશ નાખતા એક સામાન્ય પ્રદર્શન ચિત્રની સાથે તેમનું સન્માન કર્યું હતું.
રજનીકાંતે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે, તેઓ જાન્યુઆરીમાં તેમની રાજકીય પાર્ટી લાવશે અને આ બાબતે 31 ડિસેમ્બર 2020 ના રોજ એક જાહેરાત કરવામાં આવશે.
રજનીકાંતની તબિયત વિશે ફેંસને જાણ થતાં જ તેણે તેમના માટે પ્રાર્થના પણ શરૂ કરી દીધી છે.
-દેવાંશી