1. Home
  2. ગુજરાતી
  3. રજનીકાંત રાજકીય પાર્ટી નહીં બનાવે
રજનીકાંત રાજકીય પાર્ટી નહીં બનાવે

રજનીકાંત રાજકીય પાર્ટી નહીં બનાવે

0
Social Share

મુંબઈઃ સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે તાજેતરમાં જ રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, હવે રાજકીય પાર્ટી નહીં બનાવવાનો રજનીકાંતે નિર્ણય લીધો છે. પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાય રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રજનીકાંતની તબીયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાંથી તાજેતરમાં જ ડિસચાર્જ કરવામાં આવ્યાં છે.

રજનીકાન્તે ટ્વીટર મારફતે જણાવ્યું હતું કે, તેઓ રાજનૈતિક દળ નહીં બનાવે. તેમણે પોતાના પ્રશંસકોની માફી પણ માગી છે. આ નિર્ણયની જાહેરાત કરતા મને જે દુઃખ થઈ રહ્યું છે તેને હું જ સમજી શકું છું. અભિનેતાએ સ્વાસ્થ્ય સાતે જોડાયેલી સમસ્યાઓને કારણે રાજનૈતિક પાર્ટી ન બનાવવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયને તામિલનાડુના રાજકારણમાં એક નવા વિકલ્પની ઇચ્છા ધરાવતા લોકો માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code